સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (09:00 IST)

World Sight Day: તમાર્રી આંખોની રોશની ન છીનવી લે કમ્યુટર અને મોબાઈલ, ડેસ્ક પર કામ કરો છો તો જાણી લો જરૂરી વાતો

eyes care
eyes care
World Sight Day 2023: આજકાલ કોમ્પ્યુટર અને મોબાઈલ પર વધુ સમય વિતાવવો, આંખના સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવું, પોષણવાળા ખોરાકનો અભાવ, આંખોની કાળજી ન લેવાને કારણે આંખોની રોશની નબળી પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ઉપરાંત ઝાખુ દેખાવવું, શુષ્કતા, આંખોમાં બળતરા અથવા બેવડી દ્રષ્ટિ અને અન્ય ઘણી આંખો સંબંધિત સમસ્યાઓ થાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને આ વખતે વિશ્વ દૃષ્ટિ દિવસ (world sight day theme 2023) ની થીમ  'LOVE YOUR EYES AT WORK' રાખવામાં આવી છે. આ ડિજિટલ યુગમાં તમારી આંખોને કેવી રીતે સુરક્ષિત રાખવી (Tips for eye care in workplace) અને કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આવો જાણીએ તેના વિશે.  પરંતુ તે પહેલા ચાલો સ્ક્રીન ટાઈમ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો સમજીએ.
 
કોમ્પ્યુટર કે મોબાઈલની આંખો પર અસર
આજકાલ મોટાભાગનું કામ મોબાઈલ અને કોમ્પ્યુટર પર થતું હોવાથી લોકોને પહેલા કરતા અનેક પ્રકારની આંખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે  તેમને સતત જોવાથી આંખના સ્નાયુઓ પર દબાણ આવે છે. કારણ કે આ સમયે કામ કરતી વખતે આપણી પાંપણો ઓછી ઝબકતી હોય છે, જેના કારણે આંખોનો ભેજ જતો રહે છે. થોડા સમય પછી તમે પણ આંખોમાં ઝાંખાપણું અનુભવો છો.
 
સ્ક્રીન ટાઈમ આંખોને કેટલી અસર કરે છે?
વધારે સમય સુધી સ્ક્રીન તરફ જોવાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે. આનાથી અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખમાં તાણ, આંખોમાં શુષ્કતા, માથાનો દુખાવો, આંખમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, તમે તમારા ખભા અને ગરદનમાં પણ દુખાવો અનુભવી શકો છો.
 
ડેસ્ક પર કામ કરતી વખતે તમારી આંખોની સંભાળ કેવી રીતે રાખવી?
- આંખની સંભાળ માટે સૌ પ્રથમ ધ્યાન રાખો કે મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર લાંબો સમય બેસી ન રહેવું.
- કોમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલને લાંબા સમય સુધી ન જુઓ.
- તમારી પાંપણોને થોડી-થોડી વારે બંધ અને ખોલતા રહો.
-20-20-20 નિયમનું પાલન કરો.
-આ નિયમ અનુસાર જો તમે સતત કોમ્પ્યુટર કે મોબાઈલ પર કામ કરી રહ્યા છો તો 20 મિનિટ પછી તમારું ધ્યાન ત્યાંથી હટાવીને 20 સેકન્ડ માટે 20 ફૂટના અંતરે કોઈ બીજી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો.
-જ્યારે પણ તમે સૂઈ જાઓ ત્યારે ઊંઘતા પહેલા લગભગ 1 કલાક પહેલા તમારો મોબાઈલ ફોનને બાજુ પર રાખો.
 
ઉલ્લેખનીય છે કે 20-20-20 નો નિયમ તમારી આંખોને ઘણી સમસ્યાઓથી બચાવે છે અને આંખો સુરક્ષિત રહે છે. આ કસરત કરવાથી તમારી આંખના સ્નાયુઓને આરામ મળે છે અને તણાવથી પણ રાહત મળે છે. આ ઉપરાંતય નાના બાળકોને આવા ગેજેટ્સથી દૂર રાખો અને તેમને ઓનલાઈન ગેમ રમવાને બદલે મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરો. આ સિવાય ખાદ્યપદાર્થોમાં લીલા શાકભાજી, ફળો, દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ કરો. સારી ઊંઘ લો, જેથી તમને માનસિક શાંતિ મળે અને તમારી આંખોને પણ આરામ મળે.
 
(આ લેખ સામાન્ય માહિતી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો)