શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (16:52 IST)

વાયરલ ફીવરમાં ન્હાવુ જોઈએ કે નહી ? એક્સપર્ટ પાસેથી જાણો આ બીમારી સાથે જોડાયેલ એવા 2 સામાન્ય સવાલોના જવાબ

ઋતુ બદલાય રહી છે અને આ બદલતી ઋતુમાં વાયરલ ફીવર એટલે કે તાવ સૌથી વધુ આવે છે. આવામાં સૌથી વધુ જરૂરી છેકે તમે આ બીમારીથી બચીને રહો અને તમારી ઈમ્યુનિટી વધારો. પણ કોઈપણ બીમારીથી બચ વા માટે તેના વિશે યોગ્ય માહિતી હોવી પણ જરૂરી હોય છે. જેવુ કે વાયરલ તાવને લઈને હંમેશા લોકોને સવાલ  હોય છે કે આ વારેઘડીએ કેમ આવે છે.  આ તાવમાં તમારે શુ ખાવુ જોઈએ અને વાયરલ ફીવરમાં ન્હાવુ જોઈએ કે નહી.  
 
1. વાયરલ તાવ વારંવાર કેમ આવે છે ?
ડોક્ટર ગૌરવ જૈન બતાવે છે કે વરસાદની ઋતુમાં વાયરલ તાવના મામલા વધી જાય છે. આ તાવ સંક્રમિત વ્યક્તિથી પણ ફેલાય શકે છે. વાયરલ ફીવરના વાયરસથી સંક્રમિત થતા તે વારેઘડીએ આવે છે. ઉલ્લેખનીય છે કે નબળી રોગ પ્રતિરોધક ક્ષમતાવાળા લોકોમાં વાયરલ ફીવર ઝડપથી વધે છે અને આ મોટેભાગે બાળકો અને વડીલોમાં થાય છે. તેમા સતત તાવ આવતો રહે છે અને ઠંડી સાથે પણ તાવ આવે છે. સંક્રમણ દરમિયાન વાયરસ મ્યુટેટ કરી જાય છે અને બીજીવાર સંક્રમણ થવાની શક્યતા કાયમ રહે છે.  તેથી એક જ માણસને વારેઘડીએ વાયરલ ફીવર થઈ શકે છે. 
 
2. વાયરલ ફીવર હોય તો ન્હાવુ જોઈએ કે નહી ?
વાયરલ ફીવરમાં તમારે ન્હાવાનુ છે કે નથી ન્હાવાનુ કે પછી કેવી રીતે ન્હાવુ જોઈએ કે પછી કેવી રીતે સાફ સફાઈ રાખવી જોઈએ આ વિશે યોગ્ય માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. આવામાં તમારે સમજવુ જોઈએ કે સાફ સફાઈ ખૂબ જ જરૂરી છે અને તેથી સાધારણ કુણા પાણીમાં કપડા પલાળીને (lukewarm bath for viral fever) સાબુ વડે શરીરને સ્વચ્છ કરવુ જોઈએ. તેનાથી તમે તાવ દરમિયાન માનસિક રૂપથી પણ થોડુ સારુ અનુભવી કરશો.  
 
આ બધી બાબતો ઉપરાંત, વિશેષજ્ઞ કહે છે કે વાયરલ તાવના કિસ્સામાં, વ્યક્તિએ તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને ઘરે પોતાનુ મગજ દોડાવીને કે કેમિસ્ટને પૂછીને દવાઓ લઈને તેને ઠીક કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે આમ કરવાથી વાયરલ લાંબા સમય સુધી સારો થતો નથી. જો કે, તમે ગરમ પાણી, આદુની ચા, ઉકાળો અને વરાળ વગેરે લઈને રક્ષણ મેળવી શકો છો. આ ઘરગથ્થુ ઉપચારોથી તમને સારું લાગશે પરંતુ તેનાથી તાવ ઓછો થતો નથી અને આવા કિસ્સામાં સારવાર જરૂરી છે.