આજે સુપ્રીમ કોર્ટમાં મુંબઈ બોમ્બ વિસ્ફોટો પર સુનાવણી
2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેની સુનાવણી આજે થશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઈકોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ખાસ કરીને 500 ગ્રામ RDX ની રિકવરી અને ટેકનિકલ આધાર પર પુરાવા નકારવાના મુદ્દા પર પ્રશ્નો ઉભા થયા છે.