ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (14:55 IST)

Monkey pox દેશમાં મંકીપોકસનાં બે કેસ આવ્યા સામે

Monkeypox
કેરળમાં બંને કેસ મળ્યા હોવાની આરોગ્ય વિભાગે કરી છે પુષ્ટિ 
 
મંકીપોકસ વાયરસ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, મંકિપોકસ વાયરસનાં શિકાર દર્દીને તાવ આવવો, શરીર પર ફોલ્લા પડવા, માથું દુખવું જેવા લક્ષણો જોવા મળે છે 
 
હાલ મંકીપોક્સના કેસો યુરોપિયન દેશોમાં જોવા મળ્યા છે, ભારતમાં કોઈ ડરવાની સ્થિતિ નથી 
 
લો ઇમ્યુનીટી ધરાવતા લોકોએ ખાસ ચેતવું જોઈએ, જે લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોય એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ 
 
સૌ પ્રથમ 1958માં મંકીપોક્સ વાયરસ વાદરાઓમાં જોવા મળ્યો હતો, 1978 માં આ વાયરસ માનવમાં નોંધાયો હતો 
 
ચિકનપોકસ અને મંકીપોકસમાં ફેર હોય છે, એ સૌ કોઈએ ધ્યાન રાખવું જોઈએ 
 
માંકીપોકસ થાય એટલે મોઢા, હાથ, પગ, પેટ, છાતી, ગુદાના ભાગમાં ફોલ્લા પડતા હોય છે 
 
મંકીપોકસ દર્દીનાં સંપર્કમાં આવ્યા બાદ ત્રણ મહિના પછી લક્ષણો જોવા મળતા હોય છે 
 
ગળામાં ખરાશ, ખાંસી આવવી પણ મંકીપોકસનાં લક્ષણ માનવામાં આવે છે 
 
મંકીપોકસ વાયરસનાં કિસ્સામાં તેની અસર 4 અઠવાડિયા સુધી પણ જોવા મળતી હોય છે 
 
મંકીપોકસ થયો હોય એવા દર્દી સાથે શારીરિક સંપર્ક રાખવાથી ચેતવું જોઈએ 
 
હાથ મિલાવવા, ગળે મળતા, કિસ કરતા અથવા શારીરિક સંબંધ રાખવાથી બચવું જોઈએ 
 
દર્દીનાં શરીર પર જોવા મળતા રેશિસને અળવાથી પણ સંપૂર્ણપણે બચવું જોઈએ 
 
મંકીપોકસથી બચવા માટે સમયાંતરે સાબુથી હાથ ધોયા રહેવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરતા રહેવું જોઈએ 
 
મંકીપોકસના દર્દીઓના જમવાના વાસણ પણ અલગ રાખવા જોઈએ 
 
મંકીપોકસના લક્ષણ દેખાય એટલે વ્યક્તિએ પોતાને અન્યથી અલગ કરી આઇસોલેટ કરવો જોઈએ 
 
ડોક્ટર ઉપાધ્યાયે કહ્યું કે મંકિપોકસના કિસ્સામાં વિશ્વમાં અંદાજે 8 થી 10 ટકા જેટલો મૃત્યુદર જોવા મળતો હોય છે 
 
સરકારે બનાવેલી SoP નું પાલન કરવું હિતાવહ છે