સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 5 એપ્રિલ 2021 (18:32 IST)

Watermelon- રોજ તરબૂચ ખાવાથી હ્રદય સ્વસ્થ રહે છે

જો તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ તળબુચ અચૂક ખાઓ. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તરબુચ તમારા શરીરમાં હાનિકારક કોલેસ્ટ્રોલ નથી બનવા દેતા અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. એક રિપોર્ટ અનુસાર સંશોધકોએ ચરબીની વધુ માત્રા લેનારા ઉંદરો પર આ અભ્યાસ કર્યો. તેમણે પોતાના અભ્યાસમાં જાણ્યું કે તરબુચ આપવાથી ઉંદરોમાં ખરાબ લિપોપ્રીટન(એલડીએલ)ની માત્રા ઓછી થઇ ગઇ.
 
એલડીએલ એક પ્રકારનું કોલેસ્ટ્રોલ છે જે ધમનીઓને જમાવીને હૃદયના રોગોને પ્રોત્સાહન આપે છે. અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીના સંશોધકોએ જોયું કે નિયમિત રૂપે તરબુચ ખાવાથી વજનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને તેના પરિણામસ્વરૂપે રક્તવાહિનિઓમાં ચરબીયુક્ત પદાર્થ ઓછા એકઠાં થાય છે.
 
તેમનું માનવું છે કે તરબુચના જ્યુસમાં રહેલ રસાયણ સિટ્રુલિનમાં આ સ્વાસ્થ્યવર્ધક ગુણ રહેલ છે. જોકે આ નવા સંશોધનમાં તરબુચ ખાવાનો બ્લડપ્રેશર પર કોઇ મહત્વનો પ્રભાવ જોવા ન મળ્ય પણ હૃદય સાથે જોડાયેલા અન્ય જોખમો પર તેની શક્તિશાળી અસર જોવા મળી. બ્રિટનમાં દર વર્ષે 2,70,000 લોકો હૃદયરોગના હુમલાના સકંજામાં આવે છે અને ત્રણમાંથી એકનું મોત તો હોસ્પિટલ પહોંચતા પહેલા જ નીપજી જાય છે.