ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 11 માર્ચ 2021 (16:33 IST)

નાસ્તામાં આ 5 ફુડ કૉમ્બિનેશન્સને એક સાથે ખાવાથી ઘટશે વજન, પેટની ચરબી પણ થાય છે ઓછી

વજન ઘટાડવા માટે, તમે કેટલી ચીજો ખાવાનું છોડી દો છો અને કેટલીક વસ્તુઓનો આહારમાં તમે સમાવેશ કરો છો .. ક્યારેક વજન ઘટાડવાનો આ વિશેષ આહાર અસરકારક હોય છે, પરંતુ કેટલીકવાર તે ફાયદાકારક નથી રહેતી પણ આજે અમે તમને એક એવા પ્રકારના ફુડ કોમ્બીનેશન વિશે વાત કરીશું, જે માત્ર તમારું વજન ઓછું નહીં કરે પણ તમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ રાહત આપશે.
 
ગરમ પાણી અને લીંબુનો રસ 
 
રોજ સવારે ઉઠીને કુણા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ફાયદઓ થાય છે. રોજ આનુ સેવન કરવાથી તમારુ વજન કંટ્રોલમાં રહે છે. પેટની ચરબી કંટ્રોલ થવા સાથે તેનાથી તમારી બોડી ડિટોક્સ પણ થાય છે. 
ગ્રીન ટી અને લેમન 
 
વધતા વજન પર નજર રાખી રહેલા લોકો માટે ગ્રીન ટીને શ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે. ઓછી કેલરી અને એન્ટી-ઓક્સિડેન્ટવાળુ પીણું ઝડપથી કેલરી બર્ન કરે છે અને ખૂબ ટૂંકા સમયમાં અનેક કિલો વજન ઘટાડે છે. ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે દિવસમાં 2-3  કપ ગ્રીન ટી પીવાથી મોટાબૉલિજ્મ બુસ્ટ થાય છે અને ઝડપથી વજન ઓછું થાય છે. તેને વધુ અસરકારક બનાવવા માટે, તમે તેમાં વિટામિન-સીથી ભરપૂર તાજા લીંબુનો રસ ઉમેરી શકો છો.
 
ઈંડા અને પાલક 
half-boiled eggs
ઈંડામાં હાઈ ક્વોલિટીનુ પ્રોટીન જોવા મળે છે. આ પૌષ્ટિક આહારની રેસીપી ખૂબ જ સરળ અને વેટ લૉસ ફ્રેંડલી છે. જો તમે વજન ઘટાડવાના મિશન પર છો તો તમારા આમલેટમાં પાલકને સામેલ કરો.  એક સ્ટડી મુજબ, આયરનથી ભરપૂર પાલક ઈંડા સાથે ઝડપથી વજન ઘટાડવાનુ કામ કરે છે. 
 
સફરજન અને પીનટ બટર 
 
સફરજન અને પીનટ બટર એક ક્લાસિક વેટ લૉસ ફ્રેંડલી ફૂડ માનવામાં આવે છે. પીનટ બટરમાં મોનોસૈચુરેટેડ અને પૉલીસેચુરેટેડ ફૈટ હોય છે. જે લાંબા સમય સુધી ભૂખને રોકે છે અને ઈંસુલિન મેટાબલિજ્મ પણ ઠીક કરે છે. સફરજન સાથે પીનટ બટર ખાવાથી તમારુ વજન ઝડપથી ઓછુ થઈ શકે છે. 
 
પત્તેદાર શાક અને ઑલિવ ઓઈલ 
 
લીલા પાનના શાક અને સલાદ ભૂખને કંટ્રોલ કરવા માટે બેસ્ટ ફુડ આઈટમ માનવામાં આવે છે. તેમા  જો ઓલિવ ઓઈલનો સમાવેશ કરી લેવામાં આવે તો ફાયદો બમણો થશે.  આ બંને વસ્તુઓને એકસાથે ખાવાથી તમે ઝડપથી તમારુ વજન ઘટાડી શકો છો. મોનોસૈચુરેટેદ ફૈટથી ભરપૂર ઑલિવ ઓઈલ અને પત્તેદાર શાક મળીને તમારી ભૂખને કંટ્રોલ કરે છે.