વધતા જતાં વાહનો અને ઉદ્યોગોના ધુમાડાને લીધે હવામાં પ્રદુષિત બની છે. આ ઉપરાંત ધૂળ-રજકણો શરીર માટે કેટલાં હાનિકારક છે તેનાથી લોકો હજુયે બેપરવાહ રહ્યાં છે. વાસ્તવમાં ધૂળ-રજકણો જ નહીં, વાહનના ધુમાડો , ફુલની પરાગરજ અને પરફયુમથી દમના રોગને આમંત્રણ મળે છે. આજે દુનિયાભરમાં વિશ્વ અસ્થમા દિનની ઉજવણી કરાશે . આજે ભારતમાં ઓક્યુપેશન અસ્થમા વિવિધ વ્યવસાયકારો માટે એક સમસ્યા બની છે કેમ કે, કર્મકાંડી બ્રાહ્મણથી માંડીને ઓફિસ કર્મચારી પણ દમનો ભોગ બની શકે છે તેનું આ કારણ એછેકે, કોઇપણ એવો વ્યવસાય નથી કે જયાં ધૂળ-રજકણ,પ્રદુષિત હવા ન હોય .ભારતમાં આજે એક કરોડથી પણ વધુ લોકો અસ્થમાનો શિકાર છે. દુનિયાભરમાં ૩૦ કરોડ લોકો અસ્થમા પિડિત છે . અસ્થમા હવે વડીલો-વૃધ્ધો સુધી સિમિત નથી બલ્કે બાળકોમાં યે દમની બિમારી ઘર કરી રહી છે. દેશમાં આજે દર એક હજાર પૈકી ૧૪ બાળકો દમથી પિડીત છે. એક હજાર પુરુષો પૈકી ૮-૧૦ પુરુષોને દમની બિમારી છે. ગુજરાતમાં યે અસ્થમાની બિમારી વધી રહી છે. એસોશિએસન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ ગુજરાતના પૂર્વ પ્રમુખે રાજ્યમાં અસ્થમાના પાંચ લાખથી વધુ દર્દીઓ હોવાનો અંદાજ છે. જણાવ્યું કે, અસ્થમાનો એટેક વ્યક્તિ માટે જોખમી બની શકે છે.બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધી રહ્યું છે. જો દવાઓ નિયમિત લેવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. લોકોમાં સ્વચ્છ હવાને લઇને જાગૃતિ નથી પરિણામે અસ્થમાના કેસો વધી રહ્યાં છે.વધતા જતા પ્રદૂષણ, જંકફુડ, ફાસ્ટ લાઇફસ્ટાઇલ પણ અસ્થમા માટે કારણભૂત પરિબળો છે. ધુમાડા, પરાગરજ, ધૂળ-રજકણો,મરી-મસાલા- પરફ્યુમની સુગંધને તબીબી ભાષામાં એલાર્જન કહે છે જનાથી અસ્થમા થઇ શકે છે. રોજીદીં કામગીરી અને વિવિધ વ્યવસાયોમાં એલાર્જનને લીધે લોકો અસ્થમાનો ભોગ બને છે. પશુપાલકોને પણ અસ્થમા થાય છે તેનું કારણ એ છેકે, પશુઓના મળમૂળના રજકણો આ રોગને નિમંત્રણ આપે છે.
ઘણાંને આ વાતની જાણ નહી હોય કે, ભેજયુક્ત વાતાવરણમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે.એકકુલર અને એસીમાં ઠંડી હવાને લીધે રૃમ માં ભેજભર્યુ વાતાવરણ છવાય છે. મોસ્ચ્યુરાઇઝ્ડ હવા અસ્થમાના દર્દીઓ માટે નુકશાનકારક છે. તબીબોની સલાહ છેકે , જો એસીનું ફિલ્ટર પણ સાફ ન હોય તેવા સંજોગોમાં ડસ્ટ ઉડે છે જેનાથી પણ દમ થઇ શકે છે.