રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (10:52 IST)

જાડાપણાની દુશ્મન છે આ વસ્તુ, 1 વાડકી ભરીને ખાશો તો એક મહિનામાં ઘટી જશે વજન

How To Lose Weight Fast: અનહેલ્ધી ડાયેટ, ખરાબ લાઈફસ્ટાઈલ અને આરોગ્યને નજરઅંદાજ કરવાથી ધીરે ધીરે શરીરનુ વજન વધતુ જાય છે. એકવાર વજન વધી જાય તો  તેને ઓછુ કરવુ સહેલુ નથી. જાડાપણુ ન ફક્ત તમારા શરીરને ખરાબ કરે છે. પણ તેનાથી અનેક બીમારીઓ પણ જન્મે છે. એક્સપર્ટ્સનુ માનીએ તો જાડાપણાને કારણે ડાયાબિટીસ, હાઈપરટેંશન, હાર્ટની બીમારી, કોરોનરી આર્ટરી ડીસીઝ, ફૈટી લીવર અને હાઈ કોલેસ્ટ્રોલની બીમારી થઈ શકે છે. આવામાં વજનને ઓછુ કરવુ સૌથી વધુ જરૂરી છે. જો એક્સરસાઈઝ પછી પણ વજન  ઓછી નથી થઈ રહ્યુ તો થોડા મહિના ડાયેટમાં દલિયાનો સમાવેશ કરી લો. 
 
દલિયા ખાવાથી શરીર પર વધતી ચરબી સહેલાઈથી ઓછી થવા માંડે છે. ખાસ વાત એ છે કે દલિયા તમે પેટ ભરીને ખાઈ પણ શકશો અને તેનાથી  તમારુ વજન પણ  નહી વધે. ફાઈબરથી ભરપૂર દલિયા આરોગ્ય માટે લાભકારી હોય છે. વજન ઘટાડવા માટે દલિયાના પરિણામ કમાલના છે. તમારે ફક્ત એકાદ મહિનો આ ડાયેટ ફોલો કરવાનો છે. 
 
વજન ઘટાડવા કેવી રીતે બનાવવો દલિયા ?
બાબા રામદેવના કહેવ મુજબ વજન ઓછુ કરવા માટે લાભકારી દલિયા બનાવવા માટે તમારે ઘઉ, બાજરી, મગની દાળ, ચોખા, તલ અને અજમા જેવા સામાનની જરૂર પડશે. આ વસ્તુઓ મિક્સ કરીને તમે સહેલાઈથી દલિયો બનાવી શકો છો. તેને નિયમિત રૂપે ખાવાથી શરીર પર જમા ચરબી ઓછી થાય છે.  એટલુ જ નહી આ પુષ્ટાહાર દલિયા ખાવાથી મહિનાભરમાં તમારુ અનેક કિલો વજન ઘટી શકે છે. 
 
દલિયા આટલો લાભકારી કેમ ?
- આ રીતે બનાવેલ દલિયા ખૂબ ઓછી કેલોરીવાળો હોય છે. આ મલ્ટીગ્રેન દલિયામાં ભરપૂર પ્રોટીન મળી જાય છે. - પ્રોટીનના સેવનથી મેટાબોલિજ્મ બૂસ્ટ થાય છે અને ખાવાની ક્રેવિંગ્સ પણ ઓછી થાય છે. તેથી દલિયા વજન ઘટાડવામાં મદદ કરે છે. 
- દલિયામાં જાડુ અનાજ હોય છે જે ફાઈબરથી ભરપૂર હોય છે. દલિયા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. 
- દલિયાને આરોગ્ય માટે પૂર્ણ આહાર માનવામાં આવે છે. તેનાથી શરીરએન આયરન અને કાર્બોહાઈડ્રેટની યોગ્ય માત્રા મળે છે. 
- આખો દિવસ એનર્જેટિક ફીલ કરવા માટે ડાયેટમાં દલિયા જરૂર સામેલ કરો. તેનાથી તમારા શરીરને તાકત મળે છે.