રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 13 જૂન 2023 (10:47 IST)

World blood donor day 2023: એક સ્વસ્થ વ્યક્તિ એક વર્ષમાં કેટલીવાર રક્તદાન કરી શકે છે ? જાણો રક્તદાનના ફાયદા

blood donation day
World blood donor day 2022: દર વર્ષે 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ (World blood donor day) ઉજવાય છે. પહેલો વર્લ્ડ બ્લડ ડોનર ડે 2004માં ઉજવાયો હતો તેને ઉજવવાનો હેતુ લોકોને બ્લડ ડોનેશન વિશે જાગૃત કરવાનો છે જેથી લોકો વધુથી વધુ લોકોનો જીવ બચાવવા માટે બ્લડ ડોનેટ કરી શકે. ઉલ્લેખનીય છે કે બ્લડ ડોનેટ કરવાના એક નહી પરંતુ અનેક ફાયદા છે. કોઈપણ સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરીને કોઈ બીજા વ્યક્તિની જીંદગી બચાવવામાં મહત્વનુ યોગદાન આપી શકે છે. 
 
વર્ષમાં કેટલી વખત કરવું બ્લડ ડોનેશન ?
 
જ્યારે આપણે રક્તદાન કરીએ છીએ, ત્યારે તે દરમિયાન લગભગ એક યુનિટ રક્ત ખેંચાય છે. આ રક્ત આગામી 24 કલાકમાં પુનઃપ્રાપ્ત થાય છે, પરંતુ RBC (Red Blood Cell) થવામાં લગભગ 3 મહિનાનો સમય લાગે છે. તેથી, એકવાર રક્તદાન કર્યા પછી, ઓછામાં ઓછા 3 મહિના પછી ફરીથી રક્તદાન કરવું જોઈએ. આ રીતે એક વર્ષમાં કોઈ સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનાના અંતરમાં 4 વખત બ્લડ ડોનેટ કરી શકે છે. 
 
રક્તદાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 
 
-  રક્તદાન કરનાર વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ. તેને કોઈપણ પ્રકારની બીમારી ન હોવી જોઈએ.
- 17 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ રક્તદાન કરી શકતી નથી. આ સાથે તેનું વજન ઓછામાં ઓછું 45 કિલો હોવું જોઈએ. જો વજન આનાથી ઓછું હોય, તો તેનું લોહી લઈ શકાતુ નથી. 
- 18 થી 60 વર્ષની ઉંમરની કોઈપણ સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. આ માટે જરૂરી છે કે તેને કોઈ રોગ ન હોય. આ સિવાય જો તે કોઈ દવા લેતો હોય તો પણ રક્તદાન કરવાથી બચવુ જોઈએ. 
 
રક્ત દાન કરવાના ફાયદા 
 
1.  બ્લડ ડોનેશન દિલની બીમારીઓ સાથે જ સ્ટ્રોકના ખતરાને પણ ઓછો કરે છે. નિયમિત રૂપથી બ્લડ ડોનેટ કરવાથી લોહીમાં આયરનનો વધુ માત્રામાં કંટ્રોલ રહે છે. જેનાથી હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો પણ રહેતો નથી. 
2- રક્તદાન કર્યા પછી, આપણું શરીર તરત જ તેની રિકવરી શરૂ કરે છે. આના કારણે આપણા શરીરના કોષો વધુને વધુ લાલ રક્તકણો (RBC) બનાવવા લાગે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
3- બ્લડ ડોનેટ કરવાથી પણ વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. પરંતુ આનો અર્થ એ નથી કે આપણે વજન ઘટાડવા માટે રક્તદાન કરીએ છીએ. આ માત્ર વજનને નિયંત્રિત કરવાનો એક માર્ગ છે, પરંતુ ડાયેટ પ્લાન નથી.
4- નિયમિત રક્તદાન કરવાથી આપણા શરીરમાં આયર્નની વધારે માત્રા નથી રહેતી. તે ઘણા પ્રકારના કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. આ સિવાય રક્તદાન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
5- બ્લડ ડોનેશન પહેલા બ્લડની સાથે બીજા પણ ઘણા ટેસ્ટ થાય છે. રક્ત પરીક્ષણ હિમોગ્લોબિન તેમજ અન્ય ચેપ અને રોગોને શોધી શકે છે.