શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (16:06 IST)

વર્લ્ડ ફૂડ ડે- સ્વાદ જ નહી આરોગ્યના ખજાનો છે પાણીપુરી, જાણો 5 જોરદાર ફાયદા

જ્યારે પણ તમારી ચટોરી જીભને કઈક ચટપટા ખાવા માતે કહે છે તો સૌથી પહેલા તમારા મગજમાં જે નામ આવે છે એ હોય છે પાણીપુરીનો છોકરા હોય કે છોકરી પાનીપુરીનો નામ સાંભળતા જ દરેક કોઈના મોઢામાં પાણી આવી જાય છે. પણ શું તમે જાણો છો પાણીપુરી ન માત્ર તમારા મોઢાના સ્વાદ સારું કરે છે પણ તમારા 
આરોગ્યની પણ કાળજી રાખે છે આવો જાણીએ કેવી રીતે 
એસિડીટીની સમસ્યા દૂર હોય છે 
પાણીપુરીના પાણી બનાવવા માટે વાટેલું જીરું, સિંધાલૂણ અને કાળી મરીના પાઉડરનો ઉપયોગ કરાય છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે પેટને પણ દુરૂસ્ત રાખવામાં સહાયક હોય છે. જેનો સેવન કરવાથી એસિડીટીની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
વજન ઓછું હોય છે
જો તએ તમારું વજન ઓછું કરવા ઈચ્છો છો તો પાણીપુરીનો પાણી ખૂબ ફાયદાકારી સિદ્ધ હોઈ શકે છે. તેને બનાવવા માટે ઉપયોગ કરાતા મસાલા પાચન ક્રિયા માટે ખૂબ ફાયદાકારી હોય છે. 
 
મોઢાના ચાંદા 
પાણીપુરીના પાણીને બનાવવા માટે તીખા અને ખાટા મસાલા ઉપયોગ કરાય છે. આ મસાલા મોઢાના ચાંદાને ઠીક કરવામાં મદદ કરે છે. આ પાણી પેટ સાફ કરીને મોઢાના ચાંદા ઠીક કરે છે. 
 
ગભરાહટ 
જો તમને ગભરાહટ થઈ રહી છે તો લોટના બનેલા પાણીપુરી ખાઈ લો. આવું કરવાથી તરત આરામ આવી જશે.