ઓફિસમાં સેક્સી જોક્સથી મહિલાઓના કામકાજ પર પ્રતિકૂળ અસર

P.R
કામ દરમિયાન કે કાર્યસ્થળ પર બોલવા અને પછી એમ કહેવું કે માત્ર મજાક કરી રહ્યાં છીએ, આવું પુરુષોના પ્રભાવવાળા કાર્યસ્થળો પર વિશેષ જોવા મળે છે. એક નવા સંશોધનનું કહેવું છે કે આનાથી મહિલાઓના કામકાજ પર પ્રતિકુળ પ્રભાવ પડે છે અને તેમની સફળતાની શક્યતાઓ ઓછી કરે છે.

'મેલબોર્ન બિઝનેસ સ્કૂલ'ના રિપોર્ટ અનુસાર કંપનીઓમાં જાતીય કનડગત સામે લડવા માટેના કાયદા તો છે પણ આવા સેક્સી જોક્સ અને એવી વાતો બોલનારા અને એવો વ્યવહાર કરનારાને નિયંત્રિત કરવા માટે કોઇ નિયમ નથી. રિપોર્ટમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે કંપનીઓએ આવી વાતો અને ઘટનાઓને નિયંત્રિત કરવા માટે 'જોક્સ ન બોલવા કે એ પ્રકારની મજાક ન કરવી'ની નીતિ અપનાવવી જોઇએ.

'ડોટ એયુ'ના રિપોર્ટના લેખક વિક્ટર રોજોના હવાલેથી કહ્યું છે, "સામાન્ય લોકોની વચ્ચે હજુ પણ એ વિચાર છે કે સેક્સી જોક્સ બોલવા કે તે પ્રકારની અન્ય વાતો કરવી સામાન્ય બાબત છે."

તેમનું કહેવું છે કે આનો મહિલા કર્મચારીના સ્વાસ્થ્ય અને કામ પર પ્રતિકુળ પ્રભાવ પડે છે અને ધીમે-ધીમે આ સંસ્કૃતિ અવ્યવસ્થાનું સ્વરૂપ ધારણ કરી લે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો મહિલાને લાગે છે કે તેની સાથે સમાન વ્યવહાર નથી કરવામાં આવી રહ્યો અને તે વાતાવરણની સાથે સુમેળ નથી સાધી શકતી તો તે સંસ્થામાં પોતાની ભૂમિકા ભજવી શકતી નથી.

વેબ દુનિયા|
વિક્ટર અનુસાર, આ પ્રકારની પરેશાનીઓ મોટાભાગના પુરુષવાદી ક્ષેત્રો જેવા કે પ્રાકૃતિક વિજ્ઞાન, એન્જિનિયરિંગ, મેડિસિન, પોલીસ, સેના, સૂચના અને તકનીક, લૉ ફર્મ અને નાણાકીય સેવાઓમાં સર્જાય છે.


આ પણ વાંચો :