Last Modified: ન્યૂયોર્ક , શુક્રવાર, 19 ઑક્ટોબર 2007 (16:39 IST)
ચોકલેટ પર જીસસની નગ્ન આકૃતિ
ન્યૂયોર્ક (વાર્તા) અમેરીકામાં સાત મહિના સુધી ચાલેલ વિવાદ બાદ ઈસુ મસીહની ચોકલેટથી બનાવેલ માણસના કદની નગ્ન મૂર્તિ છેલ્લે ન્યૂયોર્કમાં પ્રદર્શિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હમણાં જ રોમન કેથોલીક ચર્ચની આપત્તિઓને કારણે આ મૂર્તિના પ્રદર્શનને રોકી દેવામાં આવ્યું હતું.
ચોકલેટથી બનાવવામાં આવેલ ઈસુ મસીહની નગ્ન મૂર્તિની સાથે ઘણી અન્ય ચોકલેટનું પણ નિર્મિત સંતોની મૂર્તિઓનું પ્રદર્શન પણ 27 ઓક્ટૉમ્બર થી 29 નવેમ્બર સુધી ચાલનાર પ્રદર્શનમાં થશે. પ્રદર્શનનું આયોજન મૈનહટનની ચેલ્સિયા પ્રોપોજીશન ગૈલરી કરી રહી હતી.
આ પ્રદર્શની દરમિયાન પહેલી નવેમ્બરે ખ્રીસ્તીઓનો સંત દિવસ પણ છે પરંતુ કૈથોલિક સમુદાયે જણાવ્યું હતું કે તેઓ આ પ્રદર્શનીનો વિરોધ નહી કરે કેમકે પહેલાંની જેમ આ વખતે માણસના બધા જ અંગોને દર્શાવવામાં આવ્યાં નથી.