1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2011 (11:44 IST)

જાપાન ત્રાસદી - માછલીઓમાંથી મળ્યા રેડિયોઘર્મી પદાર્થ

જાપાનમાં સમુદ્રમાંથી પકડાયેલ માછલેઓમાં મોટા પ્રમાણમાં રેડિયોઘર્મી પદાર્થ જોવા મળ્યા છે. આ માછલીઓ ફુકુશિમા સ્થિત ક્ષતિગ્રસ્ત પરમાણું સંયંત્રની નિકટ પકડાઈ હતી.

સમાચાર એજંસી આરઆઈએ નોવોસ્તીના મુજબ જાપાનના મત્સ્યપાલન મંત્રાલયે કહ્યુ છે કે આઈબરાંકી પ્રશાસન ક્ષેત્રમાં કૈતાઈબરાંકી ક્ષેત્રના નજીક પકડવામાં આવેલ એક કિલોગ્રામની માછલીમાં 526 બેક્યુરલ્સ રેડિયોઘર્મી પદાર્થ સીજિયસ જોવા મળ્યા છે, જે વૈધ સીમાથી 500 બેક્યુરલ્સ વધુ છે. આ ઉપરાંત તેમા 1,700 બેક્યુરલ્સ રેડિયોઘર્મી આયોડિન જોવા મળ્યુ છે.