Last Modified: ઇસ્લામાબાદ , શનિવાર, 20 ઑક્ટોબર 2007 (16:09 IST)
બલૂચિસ્તાનમાં વિસ્ફોટને કારણે સાતનાં મૃત્યું
ઇસ્લામાબાદ (વાર્તા) પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના ડેરા બુગ્લી જીલ્લામાં શનિવારે એક કારમાં થયેલ બોમ્બ વિસ્ફોટને કારણે સાત લોકોનાં મૃત્યું થયાં હતાં અને અન્ય પાંચ ઘાયલ થઈ ગયાં હતાં.
સંવાદ સમિતિ એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાને એક પોલીસ અધિકારીના જણાવ્યાં પ્રમાણે કહ્યું હતું કે બલૂચિસ્તાનમાં સૂઈથી ડેરા બુગ્લી જઈ રહેલ એક કારમાં પાકિસ્તાન ચોકની પાસે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટમાં એક બાળક અને બે મહિલાઓ સહિત ચાર લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યું થયાં હતાં જ્યારે કે અન્ય ત્રણ જણાંને હોસ્પીટલ લઈ જતાં દમ તોડી દીધો હતો. હોસ્પીટલમાં ભરતી કરાયેલ પાંચ અન્ય વ્યક્તિઓની હાલત સારી બતાવવામાં આવી છે.
સુત્રોનાં જણાવ્યાં અનુસાર રીમોટ કંટ્રોલના માધ્યમથી આ બોમ્બને પરિણાઅ આપવામાં આવ્યું હતું.