બીજિંગમાં ગાંધી-ભુટ્ટોની મુલાકાત

ભાષા| Last Modified શનિવાર, 9 ઑગસ્ટ 2008 (16:06 IST)
ઓલિમ્પિક ઉદઘાટન સમારંભમાં હાજરી આપવા આવેલા ગાંધી પરિવાર અને ભુટ્ટો પરિવારનું સ્નેહમિલન થયું હતું. જેનાથી જૂની યાદો તાજી થઈ ગઈ હતી. બન્ને પરિવારોના બે રાજનૈતિક નેતાઓના મૃત્યુ પછીની આ પહેલી મુલાકાત હતી.

પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી પીપીપીના અધ્યક્ષ બિલાવર ભુટ્ટો ઝરદારીએ પોતાની બહેન બખ્તાવર અને આસિફા સાથે સંપ્રગ અધ્યક્ષ સોનિયા ગાંધી પુત્ર રાહુલ અને પુત્રી પ્રિયંકાની બીજિંગમાં આવેલી મૈરિયેટ હોટેલમાં મુલાકાત લીધી.

ભારત અને પાકિસ્તાનના પ્રમુખ રાજનૈતિક પરિવાર શાસકીય ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સીપીસી દ્વારા અપાયેલા નિમત્રંણથી ઓલિમ્પિકના ઉદઘાટન સમારંભમાં હાજરી આપી હતી. આ બન્ને પરિવારે ભારત અને પકિસ્તાન વચ્ચે યોગ્ય સમજણની વાત કરી હતી. અડધા કલાક ચાલેલી આ મુલાકાતમાં સોનિયા ગાંધીએ બેનઝિર ભુટ્ટોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને પરિવારોએ પોતાના સગાના મૃત્યુને રાજનૈતિક હિંસાનો ભોગ ગણાવ્યા હતા. અનૌપચારિક મળેલી આ બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં ન્હોતી આવી.

આ મુલાકાત દરમિયાન વિદેશ રાજ્યમંત્રી આનંદ શર્મા અને ચીનમાં ભારતીય દૂત નિરૂપમા રાય પણ હાજર રહ્યા હતાં. પાકિસ્તાન તરફથી પીપીપીના મહાસચિવ જહાંગીર બદર અને પ્રધાનમંત્રીના સલાહકાર યૂસુફ રઝા ગિલાની હાજર હતાં.


આ પણ વાંચો :