લાદેન શાયરી પણ કરે છે !

ન્યુયોર્ક| વાર્તા| Last Modified સોમવાર, 22 સપ્ટેમ્બર 2008 (15:52 IST)

અમેરિકા સહિત નાટો દેશો જેને વર્ષોથી શોધી રહી તે અલ કાયદાનાં વડા બિન લાદેન ચતુર તો છે જ. પણ સાથે સાથે તે ઘણીવાર તે મૂડમાં હોય તો શાયરી પણ કરે છે. તેની શાયરીઓ ઉપર એક અમેરિકન પુસ્તક બહાર પાડવાનો છે.

અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઓસામા બિન લાદેન હોશિયાર તો છે જ. તેને કારણે તે અમેરિકાનાં હાથમાં આવતો નથી. પણ તેની સાથે તે કોઈકવાર સાહિત્યના રંગે રંગાઈ જાય છે અને, શાયરી પણ કરે છે. કેલીફોર્નિયા યુનિવર્સિટીનાં અરબી ભાષાનાં પ્રોફેસર ફ્લાગ મિલર જલ્દી જ લાદેનની સાહિત્યિક કૃતિઓનું પુસ્તક પ્રકાશિત કરશે.

આ પુસ્તકમાં લાદેનનાં એક નવા પ્રકારનાં સ્વભાવ અંગે વિશ્વનાં લોકોને જાણ થશે. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનાં હુમલા બાદ લાદેનનાં અડ્ડાઓ પર આક્રમણ કર્યું ત્યારે તેને કેટલીક વિડીયો ટેપ મળી આવી હતી. જેમાં તે લગ્ન પ્રસંગે તેમજ મહેફિલોમાં શાયરી કરતો નજરે પડતો હતો.


આ પણ વાંચો :