શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ન્યૂયોર્ક , સોમવાર, 22 ઑક્ટોબર 2007 (10:04 IST)

લુસિયાનાના નવા ગવર્નર જીંદલ

ન્યૂયોર્ક (ભાષા) ભારતીય અમેરીકી બોબી જીંદલે લુસિયાનામાં થયેલ ચુંટણી દરમિયાન જોરદાર જીત નોંધાવી હતી. ચુંટણીમાં તેમણે પોતાના પ્રતિસ્પર્ધીઓને જબરજસ્ત હાર આપી હતી. આગલા વર્ષે જાન્યુઆરીમાં ગવર્નરનું પદ સંભાળનાર જીંદલ દેશના પહેલા ગૈર શ્વેત ગવર્નર હશે.

ઓક્સફોર્ડથી શિક્ષણ મેળવનાર જીંદલ ભારતીય મૂળના પહેલાં વ્યક્તિ છે જે ગવર્નરનું પદ સંભાળશે. જીંદલને શનિવારે થયેલ ચુંટણીમાં 50 ટકા કરતાં પણ વધું મત પ્રાપ્ત થયાં હતાં. આનાથી 17 નવેમ્બરે નિર્ધારિત છેલ્લી દોડમાં ચુંટણીની સંભાવના ટળી ગઈ છે. કોઇ પણ ઉમ્મેદવારના 50 ટકા મત ન મળતાં 17 નવેમ્બરે ફરીથી ચુંટણી યોજવામાં આવે છે.

આગલાં વર્ષે જાન્યુઆરીમાં ગવર્નરનો પદભાર સંભાળતાં પહેલાં તેઓ સાંસદ રહેશે. તેઓની ન્યૂ આરલિંયસથી સાંસદ તરીકેની પસંદગી કરવામાં આવી હતી.