Last Modified: વોશીંગટન , સોમવાર, 22 ઑક્ટોબર 2007 (12:21 IST)
વિદ્રોહીઓના હુમલાઓને રોકવામાં આવે-બુશ
વોશીંગટન (વાર્તા) અમેરીકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે મુર્દ વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે આ રીતના હુમલાઓને રોકવા જોઈએ. ઇરાકની સીમા પર કુર્દ વિદ્રોહીઓના હુમલામાં ઓછામાં ઓછા તુર્કીના 17 સૈનિકો માર્યા ગયાં હતાં.
વ્હાઈટ હાઉસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના એક પ્રવક્તાએ એક વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે આ હુમલાઓની નિંદા કરતાં તેમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે ઉંડી લાગણી વ્યક્ત કરી હતી.
તેમ્ને જણાવ્યું હતું કે આ રીતના હુમલાઓ સહન કરવામાં નહી આવે અને તેમને હવે રોકવા જોઈએ. કુર્દિસ્તાન વર્કસ પાર્ટી (પીકેકે)ના વિદ્રોહીઓ દ્વારા એક દશકામાં કરાયેલ હુમલામાં આ સૌથી ભયાનક હુમલો હતો.
માનવમાં આવે તેવું છે કે પીકેકે 1984 ના પછી સ્વાયત્તાની માંગ કરતું રહ્યું છે. જોકે 90 માં દશકમાં તેને અલગ કુર્દ રાષ્ટ્રની માંગ છોડી દીધી હતી.