હોલીવુડની રામયાણથી હિંદુઓ નારાજ

વેબ દુનિયા|

રામાયણની લોકપ્રિયતા બોલીવુડથી સુધી પહોચી ગઈ છે. હોલીવુડમાં રામાયણ પર ફિલ્મ તો બની રહી છે પરંતુ ત્યાંના હિંદુઓએ ફિલ્મ નિર્માતાને ચેતવણી આપી છે કે મૂળ રામાયણી અંદર કોઈ જ ફેરફાર ન કરવો. ફિલ્મ રામાયણ 33912 એડીના નામે બની રહી છે.

અમેરિકામાં વસવાટ કરી રહેલા હિંદુ નેતા રાજન જેદને અનુસાર આ લોકોએ ફિલ્મના નિર્માતા મેંડલે કંપનીના અધ્યક્ષ પીટર ગુબેનને એક નોટીસ મોકલીને આ ચેતવણી આપી હતી. તેની સાથે સાથે અમેરિકામાં રહેતા હિંદુ જનજાગૃતિ સમિતિની પ્રતિનિધિ ભાવના શિંદે તરફથી આ નોટીસ મોકલવામાં આવી છે.

નોટીસની અંદર લખ્યુ છે કે દુનિયાભરના એક અરબથી પણ વધારે હિંદુઓ આ ફિલ્મની અંદર રામાયણની મૂળ ભાવનાઓની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડથી ચિંતિત છે. તેમને શંકા છે કે આ મહાગ્રંથનું કાલ્પનિક રૂપમાં ચરિત્ર ચિત્રણ કરવાથી તેની મૂળભાવના વિકૃત થઈ શકે છે.
મોશન પિક્ચર્સની કંપની મંડલે પિક્ચર્સ, નિર્માતા માર્ક કેંટન તેમજ લિક્વિડ કોમિક્સ મળીને આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે.


આ પણ વાંચો :