પાક. વડાપ્રધાન યુસુફ ગિલાની કોર્ટની અવમાનના મામલે દોષી

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 26 એપ્રિલ 2012 (12:16 IST)

P.R
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અવમાનના મામલે વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને દોષી ઠેરવ્યા છે. ગિલાનીને સુપ્રીમ કોર્ટે સાંકેતીક રીતે 30 સેકન્ડ્સની સજા ફટકારી. જો કે મહત્વની વાત એ છે કે ગિલાનીને જેલમાં મોકલવામાં નહીં આવે. એટલું જ નહીં અદાલતમાં તેમણે જેટલો સમય વિતાવ્યો તે સમય પણ તેમની સજામાં ગણવામાં આવતા તેમની સજા પૂરી ગણી લેવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ જરદારી સામે ભ્રષ્ટાચારના કેસ ફરીથી ખોલવાના સુપ્રીમ કોર્ટના આદેશને ન માનવાના કારણે ગિલાની સામે અદાલતની અવમાનનાનો કેસ ચાલી રહ્યો હતો.


આ પણ વાંચો :