1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 30 જુલાઈ 2022 (11:43 IST)

અફઘાનિસ્તાનના કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં બ્લાસ્ટ, ખેલાડીઓને બંકરની અંદર લઈ જવામાં આવ્યા

blast at kabul
અફઘાનિસ્તાનમાં લાઈવ ક્રિકેટ મેચ દરમ્યાન બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શાપેજા ક્રિકેટ લીગ મેચ રમાઈ રહી હતી. બેન્ડ-એ-અમીર ડ્રેગન અને પામિર ઝાલ્મી (પામીર ઝાલ્મી વિ બેન્ડ-એ-અમીર ડ્રેગન) વચ્ચેની મેચ દરમ્યાન બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી હતી. આ બ્લાસ્ટ શાપગીઝા ક્રિકેટ લીગ T20 દરમિયાન થયો હતો. બ્લાસ્ટ બાદ તમામ ખેલાડીઓને તરત જ બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બેન્ડ-એ-આમીર ડ્રેગન અને પામિર ઝાલ્મી વચ્ચે મેચ ચાલી રહી હતી. આ સિવાય સ્ટેડિયમમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ પણ હાજર હતા.

 
કાબુલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પામીર જાલ્મી અને બેન્ડ-એ-અમીર ડ્રેગન વચ્ચે શાપેઝો ક્રિકેટ લીગની 22મી લીગ મેચ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આલોકોજે કાબુલ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી હડકંપ મચી ગયો. સાંજે કાબુલમાં શાપેઝો ક્રિકેટ લીગ મેચ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો વચ્ચે અચાનક એક બોમ્બ બ્લાસ્ટ થયો.
 
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 2013માં IPL-શૈલીની વ્યાવસાયિક T20 લીગ, Shpageeza ક્રિકેટ લીગની સ્થાપના કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો વિરોધ કરતા ઇસ્લામિક સ્ટેટ (IS) જૂથ દ્વારા કથિત રીતે શરૂ કરાયેલા શ્રેણીબદ્ધ બોમ્બ હુમલાઓથી ફટકો પડ્યો છે. કાબુલમાં ગુરુદ્વારા કર્તે પરવાનના ગેટ પાસે વિસ્ફોટ થયાના બે દિવસ બાદ આ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.