સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (08:16 IST)

અમેરિકાને મળી મોટી સફળતા, ઓસામા બાદ હવે અલ-કાયદા ચીફ જવાહિરી માર્યો ગયો છે

આતંકવાદની સામે યુદ્ધમાં દુનિયાને એક વધુ સફળતા મળી છે. સમાચાર છે કે અમેરિકાની તરફથી કરેલ ડ્રોન હુમલામાં અલ કાયદાના પ્રમુખ અયમાન અલ જવાહિરીની મોત થઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ વાતની જાણકારી આપી. ખાસ વાત આ છે કે વર્ષ 2011માં ઓસામા બિન લાદેનના ખાત્મા પછી તેને મોટી સફળતાના રૂપમાં જોવાઈ રહ્યુ છે. 
 
રૉયટર્સની રિપોર્ટ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનએ સોમવારે જવાહિરીની મોત વિશે જાણકારી આપી. વ્હાઈટ હાઉસ તેમના સંબોધનમાં બાઈડન કહ્યું કે, "હવે ન્યાય થયો છે અને તે હવે આતંકવાદી નેતા નથી."