અમેરિકામાં ઉમેદવાર વોટ માંગવા માટે મોદીના તસ્વીરનો ઉપયોગ કરી રહ્યા છે

વોશિંગટન.| Last Modified શનિવાર, 30 જુલાઈ 2016 (12:15 IST)

નમોનો ડંકો હવે ભારત અને બ્રિટન ઉપરાંત અમેરિકામાં પણ વાગે છે.
વોટ માંગવા માટે અમેરિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીરની મદદ લેવામં આવી રહી છે. અમેરિકામાં રહેનારા ભારતીય મૂળના લોકો પાસેથી વોટ લેવા માટે ત્યાના ઉમેદવાર મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે અને પીએમની તસ્વીર બતાવી રહ્યા છે.

જેનુ ટ્રેલર ફિલોડેલ્ફિયામાં ચાલી રહેલ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન પણ જોવા મળ્યુ. ગુરૂવારે જ્યારે આ કન્વેંશનમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પધાર્યા તો ત્યા 10 મિનિટનો એક વીડિયો બતાવવામાં આવ્યો. જે અમેરિકામાં ઓબામાના રાષ્ટ્રપતિના રૂપમાં બિતાવેલ દિવસોનો ઉલ્લેખ કરે છે.

આ વીડિયોમાં ઓબામા અને મોદીની વચ્ચેના સંબંધોને પણ દર્શાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઓબામાના ક્યૂબા, ઈરાન પ્રવાસની પણ તસ્વીર બતાવી છે. પણ ઓબામાની સાથે ફક્ત પીએમ મોદીની જ તસ્વીર હતી. એટલુ જ નહી કન્વેંશનમાં પીએમ મોદીના પોસ્ટર અને તસ્વીર માટે લોકો પણ હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કૈમરુને પણ મોદીના ચૂંટણી નારા અબ કી બાર મોદી સરકારની મદદ લીધી હતી અને તેને પોતાના માળખામાં ઢાળતા અબ કી બાર કૈમરૂન સરકાર બનાવી દીધુ હતુ.


આ પણ વાંચો :