મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 29 જૂન 2019 (11:25 IST)

ઓસ્ટ્રેલિયાના PM એ લીધી પીએમ મોદી સાથે સેલ્ફી, ટ્વીટ કર્યુ - કેટલા સારા છે મોદી

જાપાનના ઓસાકામાં જી 20 શિખર સંમેલન ચાલી રહ્યુ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દુનિયાના દિગ્ગજ નેતા તેમા  ભાગ લેવા પહોંચ્યા છે. શનિવારે પીએમ મોદીની અનેક રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત થઈ. આ ક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મોરિસન સાથે પણ તેમની બેઠક થઈ. જી 20 શિખર સંમેલનના વ્યસ્ત શેડ્યુલમાંથે થોડો સમય કાઢીને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસને શનિવારે પીએમ મોદી સાથે પોતાની બેઠકને ચિન્હિત કરવા માટે તેમની સાથે એક સેલ્ફી લીધી અને એ સેલ્ફી સાથે ટ્વીટ કર્યુ. 
નવા ચૂંટાયેલા ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી મૉરિસને પીએમ મોદી સાથે માત્ર તસ્વીર જ ન લીધી પણ તેને પોસ્ટ પણ કરી અને નીચે એક સરસ કેપ્શન પણ આપ્યુ. જેમા તેમને લખ્યુ - 'કેટલો સારો છે મોદી'. ઉલ્લેખનીય છે કે તેમણે જે રીતે લખ્યુ છે તે જોતા લાગે છે કે તેમણે 'કેટલા સારા છે મોદી' લખવાની કોશિશ કરી. 
 
 
ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ G-20 શિખર સંમેલનનો બીજો દિવસ છે. આજે આ સમિટના કેન્દ્રમાં પર્યાવરણનો મુદ્દો રહેશે. તેમાં G-20ના નેતાઓના 2050 સુધી દુનિયાના મહાસાગરોમાં પ્લાસ્ટિક કચરાના ડંપિંગને સમાપ્ત કરવા માટે સહમત હોવાની આશા છે. શનિવાર સવારે પોણા નવ વાગ્યે જળવાયુ પરિવર્તન પર બેઠક થશે તેમાં વડાપ્રધાન મોદી દુનિયાના અન્ય મોટા નેતાઓની સાથે ભાગ લેશે.
 
આ પહેલાં શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સહિતના વૈશ્વિક નેતાઓના દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય બેઠકોની જેમાં તેમણે વેપાર, વિકાસ અને આતંકવાદના મુદ્દા પર વાત કરી. પીએમ મોદીએ અહીં પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર નિશાન સાંધ્યું. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ દુનિયા માટે ખતરો છે. તેમાંથી છુટકારો મેળવવા માટે બધાએ એક સાથે મળીને સંઘર્ષ કરવાની જરૂર છે. તેમણે આતંકવાદના મુદ્દા પર એક ગ્લોબલ કોન્ફરન્સની માંગણી પણ કરી