સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By
Last Updated : બુધવાર, 5 જાન્યુઆરી 2022 (16:18 IST)

બીમારીઓનો કાળ છે સૂર્ય નમસ્કાર .. આવો જાણીએ તેના ફાયદા

સવારની શરૂઆત જે લોકો સૂર્ય નમસ્કારથી કરે છે તેઓનુ તન અને મન સ્વસ્થ રહે છે.  પ્રાચીન સમયથી ચાલી આવતો સૂર્ય નમસ્કારનો અર્થ છે સૂર્યને નમસ્કાર. આ આસનને કરતી વખતે સૂરજની કીરણો સીધી તમારા શરીર પર પડે છે. જેનાથી તમને વિટામિન ડી મળવા ઉપરાંત  અનેક બીમારીઓથી પણ બચી શકો છો.   એટલુ જ નહી માત્ર સૂર્ય નમસ્કાર 5 થી 10 મિનિટ સુધી રોજ નિયમ પૂર્વક કરવામાં આવે તો તમને કોઈપણ અન્ય આસનની જરૂર પડતી નથી. કારણ કે આ એકમાત્ર આસન જ શરીરની દરેક જરૂરિયાતને પુર્ણ કર છે. 21 જૂનના રોજ દર વર્ષે ઈંટરનેશનલ યોગા ડે ઉજવાય છે. તો આ નિમિત્તે ચાલો જાણીએ સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા વિશે માહિતી.. 
 
સૌ પહેલા જાણીશુ કેટલી વાર સુધી કરવા જોઈએ સૂર્ય નમસ્કાર 
 
આ આસન શરીરના લગભગ બધા અંગ પર સારો પ્રભાવ નાખે છે.  તેથી આ બધા યોગાસનોમાંથી સર્વશ્રેષ્ટ છે. જો સૂર્ય નમસ્કાર રોજ 5-12 વાર સુધી કરી લેવામાં આવે તો કોઈ અન્ય આસન કરવાની જરૂર પડતી નથી.  આ આસન સવારે સૂર્યની કિરણો સામે સ્વચ્છ અને ખુલ્લા હવાદાર સ્થાન પર કરવાનુ હોય છે. 
 
સૂર્ય નમસ્કારની વિધિ 
 
સૂર્ય નમસ્કારમાં કુલ 12 આસન હોય છે તેમા 6 વિધિ પછી એ જ 6 સ્ટેપ્સને ઉલ્ટા ક્રમમાં કરવાના હોય છે.  ચાલો જાણીએ સૂર્ય નમસ્કારના દરેક સ્ટેપ્સના ફાયદા 
 
- સૂર્ય નમસ્કારના પ્રથમ સ્ટેપ્સને કરવાથી શરીરનુ સમતુલન બની રહે છે સાથે જ એકાગ્રતા અને માનસિક શાંતિ પણ મળે છે. 
 
- સૂર્યનમસ્કારના બીજા સ્ટેપ્સથી  શરીરમાં ઓક્સીઝનનો પ્રવાહ યોગ્ય માત્રામાં થાય છે.  જેનાથી ફેફડા સ્વસ્થ રહે છે સાથે જ આ મગજ માટે પણ સારુ છે અને તેનાથી ખભા અને પીઠના દુ ખાવાથી છુટકારો મળે છે. 
 
-  જો તમને કમર, કરોડરજ્જુ માં દુખાવો રહે છે તો સૂર્ય નમસ્કારનો ત્રીજો સ્ટેપ  તમારે માટે બેસ્ટ છે.  કારણ કે તેનાથી માંસપેશીઓને આરામ મળે છે.  સાથે જ તેનાથી જાડાપણું ડાર્ક સર્કલ્સ અને ચેહરાના દાગ ધબ્બા પણ દૂર થાય છે. 
 
- સૂર્ય નમસ્કારનુ ચોથુ સ્ટેપ્સ કરવાથી શરીરમાં બ્લો ફ્લો તેજ થશે અને શરીરમાં લચીલાપનુ આવે છે.  તેનાથી હેલ્થ પ્રોબ્લેમ જ નહી પણ બ્યુટી સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર થાય છે. 
 
- સૂર્ય નમસ્કારના પાંચમાં સ્ટેપ્સને કરવાથી શ્વાસ સંબંધી પરેશાનીઓ જેવી કે સાઈનસ અને અસ્થમાની સમસ્યા દૂર રહે છે.  આ ઉપરાંત તેનાથી એનર્જી પણ મળે છે. 
 
-સૂર્ય નમસ્કારનુ છઠ્ઠુ સ્ટેપ પીઠ ખભો અને ગરદનને મજબૂતી આપે છે. સાથે જ આ ફેફડા કિડની અને પાચન ક્રિયાનુ કાર્ય પણ યોગ્ય રાખે છે. 
 
- સૂર્ય નમસ્કાર નુ સાતમુ સ્ટેપ બૈલી ફેટ, કમરનો દુખાવો,  સ્લિપ ડિસ્ક અને ડાયાબિટીસથી બચવા માટે બેસ્ટ ઓપ્શન છે.  સાથે જ તેનાથી પીરિયડ્સમાં થનારા દુખાવાથી પણ છુટકારો મળે છે. 
 
બાકીના સ્ટેપ્સ ઉંઘા ક્રમમાં કરવાના છે. આ ઉપરાંત રોજ નિયમિત પૂર્વક સૂર્ય નમસ્કાર કરવાથી સ્મરણ શક્તિ પણ વધે છે 
રોજ 10-15 મિનિટ સૂર્યનમસ્કાર કરવામાં આવે તો શરીરમાં ઓક્સિજનનુ સ્તર વધે છે.  અને કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે. તેથી શરીરમાં એનર્જી આવી જાય છે. 
- જે સ્ત્રીઓને અનિયમિત માસિક ચક્રની સમસ્યા હોય તેમણે નિયમિત આ આસન કરવુ જોઈએ. તેનાથી માસિક ધર્મ રેગ્યુલર થઈ જશે. 
 
- આ આસન કરવાથી પેટના ઓર્ગંસ પર દબાણ પડે છે. તેથી પાચન તંત્ર ઠીક રહે છે. આ ઉપરાંત ખાલી પેટ સૂર્ય નમસ્કાર કરવાથી કબજિયાત .. અપચો અને પેટમાં બળતરાની સમસ્યાથી છુટકારો મળે છે. 
હા પણ સ્લિપ ડિસ્ક અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ સૂર્ય નમસ્કાર ન કરવુ જોઈએ.