શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 3 જૂન 2021 (11:41 IST)

વેક્સીન લગાવો, મફતમાં બીયર મેળવો... અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વેક્સીન લગાવનારને આપશે ભેટ

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે. હજુ પણ રોજ હજારો લોકોએ તેને કારણે જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો કોવિડ સંક્રમિત થઈ રહ્યા છે, પણ એવા લોકો પણ છે જે કોરોનાનુ સંકટ હોવા છતા વેક્સીન લેવાથી સંકોચ કરી રહ્યા છે. આ જ હાલત અમેરિકમાં પણ છે. જો  કે હવે વાઈટ હાઉસે કહ્યુ છે કે તે વેક્સીન લગાવવાના બદલામાં લોકોને મફત બીયર આપશે. આ શરૂઆત વ્હાઈટ હાઉસે બીયર બનાવનારી કંપની  Anheuser-Busch સાથે મળીને શરૂ કરી છે. 
 
રાષ્ટ્રપતિ જો બાઈડેને દેશમાં મંથ ઓફ એક્સનનુ એલાન કર્યુ છે. જેનુ લક્ષ્ય 4 જુલાઈથી પહેલા વધુથી વધુ નાગરિકોને વેક્સીન લગાવવાનુ છે. બાઈડેનની યોજના છે કે સ્વતંત્રતા દિવસ પહેલા દેશની 70 ટકા વસ્તીને ઓછામાં ઓછો એક વેક્સીનનો ડોઝ લાગી જાય. 
 
હજુ સુધી અમેરિકાની 62.8 ટકા વયસ્ક વસ્તીના ટીકાની ઓછામાં ઓછી એક વેક્સીન મળી ગઈ છે.  આ ઉપરાંત દેશમાં 13.36 કરોડ લોકો વેક્સીનની બંને ડોજ લઈ ચુક્યા છે. 
 
જો કે અમેરિકામાં હાલ રસીકરણની  ગતિ ધીમી પડી છે. આ પહેલા જ્યારે લોટરી જેવી મફત ભેટની જાહેરત થઈ હતી તો દેશમાં દરરોજ સરેરાશ 8 લાખ લોકો વેક્સીન લઈ રહ્યા હતા, જે હવે ઘટીને રોજના 6 લાખ પર આવી ગયા છે. 
 
Anheuser-busch કંપનીએક એલાન કર્યુ છે કે બાઈડેનના 70 ટકા લોકોને વેક્સીન આપવાનુ લક્ષ્ય એકવાર પુર્ણ થયા પછી તે 21 વર્ષ કે તેની ઉપરની વયના લોકોને મફત બીયર આપશે.