શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન , બુધવાર, 4 નવેમ્બર 2020 (18:55 IST)

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ 2020 - ટ્રંપ કે બાઈડેન ? અત્યાર સુધી તસ્વીર કેમ સ્પષ્ટ થઈ નથી

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી 2020ની મતગણનાને શરૂ થયે 11 કલાકથી વધુ સમય થઈ ચુક્યો છે. પણ, હજુ પણ ચૂંટણી પરિણામોને લઈને કોઈપણ તસ્વીર સ્પષ્ટ થઈ નથી. ડોનાલ્ડ ટ્રંપ અને જે બાઈડેનમાંથી કોઈપણ ઉમેદવાર હજુ સુધી 270ના જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યો નથી.  અમેરિકામાં દસકાઓ પછી એવી પરિસ્થિતિ બની છે કે મતગણતરી શરૂ થવાના આટલા સમય પછી પણ અત્યાર સુધી જીત અને હારનો કોઈ નિર્ણય થઈ શક્યો નથી. 
 
હજુ સુધી કોઈના જીતના સંકેત નથી. 
 
અત્યાર સુધીની મતગણતરીમાં ન તો ટ્રંપ અને ન તો બાઈડેનની જીતને લઈને કોઈ તસ્વીર સ્પષ્ટ થઈ નથી. આ મોડુ આ વખતે પોસ્ટલ બૈલેટ દ્વારા થયેલ મોટી સંખ્યામાં મતદાનને કારણે થઈ રહ્યુ છે. કારણ કે પોસ્ટલ બૈલેટની કાઉંટિગમાં વધુ સમય લાગે છે.  જ્યારે કે જે પણ મતદાન પોલિંગ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક રીતે થયુ છે તે અત્યાર સુધી કાઉંટ થઈ ચુક્યા છે. આ જ કારણ છે કે અત્યાર સુધી કોઈપણ ઉમેદવારની જીતના દાવા કરવામાં આવી રહ્યા નથી. 
 
સ્વિંગ સ્ટેટમાં ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે જોરદર ટક્કર 
 
અમેરિકાના સ્વિંગ સ્ટેટમાં, ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે કાંટાની ટક્કર ચાલુ છે. જ્યોર્જિયા, ટેક્સસ, ઓહિયો, વિસ્કોનિસ, મિનેસોટા, મિશિગન, પેન્સિલવિનિયા, ફ્લોરિડા, એરિઝોના અને નેવાદા એવા રાજ્યો છે જે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવે છે. જાણો હવે ક્યા કેવી છે હાલની સ્થિતિ. 
 
ફ્લોરિડા: ડોનાલ્ડ ટ્રમ્પને આ રાજ્યમાં ફાયદો થવાનો અંદાજ છે. જોકે, મતોની સંપૂર્ણ ગણતરી બાકી છે. મિયામી-ડેડ કાઉન્ટીમાં મોટી સંખ્યામાં ક્યુબન અમેરિકન મૂળના લોકો ટ્રમ્પનુ સમર્થન કરી રહ્યા છે.
 
એરિઝોના: આ રાજ્ય એકવાર ફરી 1996 પછીરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને મત નથી આપ્યો. પરંતુ, આ સમયે લેટિન અમેરિકન યુવક બાઈડેનનુ સમર્થન કરતા દેખાય રહ્યા છે. તેથી ટ્રમ્પની પાર્ટીનો પરંપરાગત ગઢ હોવા છતાં અહી પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે. 
 
મિશિગન, વિસ્કોન્સિન અને પેન્સિલ્વેનીયા: આ રાજ્યોમાં હજુ સુધી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ નથી. તેમા હજુ કેટલાક દિવસનો સમય લાગી શકે છે. જો બાકીના 48 રાજ્યોમાં ટ્રમ્પ અને બાઈડેનની જીતને લઈને કોઈ એક ઉમેદવારને નિર્ણાયક જીત નથી મળી શકતી તો પરિણામ માટે લાંબી રાહ જોવી પડી શકે છે. 
 
રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા માટે કેટલા વોટ જોઈએ ? 
 
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર જીત મેળવવા માટે ડોનાલ્ડ ટ્રંપ કે જો બાઈડેનને ઈલેક્ટ્રોરલ કૉલેજ વોટના 50 ટકાથી વધુ મેળવવા પડશે. અમેરિકામાં ઈલેક્ટ્રોરલ કોલેજના 538 વોટ છે. તેનો મતલબ છે કે જઈત માટે કોઈપણ એક ઉમેદવારને 270 કે તેનાથી વધુ વોટ મેળવવા જરૂરી રહેશે. 
 
સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે મામલો 
 
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાથી જ સંકેત આપી દીધા છે કે તેઓ મતદાન પછી તરત જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. આવી સ્થિતિમાં કોર્ટના નિર્ણયમાં પણ વિલંબ થઈ શકે છે.  માનવામાં આવે છે કે જો કેસ કોર્ટમાં જાય તો ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો થઈ શકે છે. કારણ કે, તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ચાર ન્યાયાધીશોની નિમણૂક કરી હતી. જેમા એક એમી બેરેટ ને છોડીને બાકીના ત્રણ જજ આ સુનાવણીમાં હાજરી આપશે.