1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 20 જૂન 2020 (09:28 IST)

નરહરિ અમીન, અજય ભારદ્વાજ, રમીલાબેન બારનો વિજય, કોંગ્રેસમાંથી રાજ્યસભામાં 1ની એન્ટ્રી

શુક્રવારે ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની ત્રણ સીટો પર જીત નોંધાવી છે જ્યારે કોંગ્રેસે એક સીટ જીતી છે. કોંગ્રેસ તરફથી બે ભાજપના ધારાસભ્યોના વોટને અમાન્ય ગણવાની માંગ કરવાના કારણે મતગણતરી મોડી શરૂ થઇ હતી. ચૂંટણી પંચે આ માંગને નકારી કાઢતાં ચૂંટણી સુપરવાઇઝર દ્વારા રિપોર્ટ યથાવત રાખવામાં આવ્યો હતો.
 
ગુજરાતના અધિક ચૂંટણીના અધિકારી અશોક માનકે કહ્યું કે ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન ઉપરાંત કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજય થયા છે. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરત સિંહ સોલંકી ચૂંટણી હારી હારી ગયા છે.
 
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે અમારા ઉમેદવાર અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને 36-36 વોટ મળ્યા અને ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને પ્રથમ પ્રાયોરિટીમાં 32 વોટ મળ્યા અને બીજી પ્રાયોરિટીના વોટને ઉમેરતાં 35.98 વોટ મળ્યા. ચૂંટણી પંચ દ્વાર કોઇપણ વોટ અમાન્ય ગણવામાં આવ્યો નથી. વિધાનસભાના 172 ધારાસભ્યોમાંથી 170 ધારાસભ્યોએ મતદાન કર્યું જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યોએ મતદાન કર્યું ન હતું. 
 
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે કોંગ્રેસએ ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી અને મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા દ્વારા કરવમાં આવેલા મતદાનને રદ કરવાની માંગ કરી હતી. પરેશ ધાનાનીએ કહ્યું કે જ્યારે મતગણતરીને લઇને અમારી ફરિયાદોને ગણકારવામાં આવી નથી, ત્યાં સુધી મતગણતરી શરૂ નહી થાય. મતદાન બાદ અમે અમારો વિરોધ ચૂંટણી પંચના પ્રતિનિધિનો સોંપ્યો હતો. એક વરિષ્ઠ અધિકારી કહ્યું કે ચૂંટણી પંચના સુપરવાઇઝરે વિપક્ષની આપત્તિને નકારી કાઢી છે