શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 23 માર્ચ 2020 (18:28 IST)

Bizzare news- બે દેશના વચ્ચે બન્યુ તે ઘર, જ્યાં એક પગલા ભરતા જ લોકો પહોંચી જાય છે બીજા દેશમાં

ધરતી પર એવી ઘણી જગ્યા છે જે દુનિયા માટે કોઈ આશ્ચર્યથી ઓછું નથી છે.  આજે અમે તમને  એક એવા જ ઘર વિશે જણાવી રહ્યા છે જે દે દેશના વચ્ચે પડે છે. એટલે જે તે ઘરનો અડધું ભાગ એક દેશમાં તો અડધું કોઈ બીજા દેશમાં પડે છે એવા કોઈ ઘર વિશે કદાચ તમે સાંભળ્યુ હોય. પણ આ દુનિયાભરના લોકો માટે આકર્ષણનો કેંદ્ર છે. અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે અને તેમની સાથે સુંદર કે આ કહીએ કે અજીબ યાદ લઈ જાય છે. 
 
આ ઘર નીદરલેંડ અને બેલ્જિયમ બન્ને દેશની સીમાના વચ્ચે છે. તમને જાણીને હેરાની થશે કે આ ઘરમાં બે ડોરબેલ લાગેલા છે એક નીદરલેંડની બાજુ તો બીજી બેલ્જિયમની બાજુ. અહીં સીમાને દર્શાવવા માટે એક પટ્ટી પણ બનાવી છે અને તેને ચિહ્નિત કર્યુ છે. જેથી ખબર પદી શકે કે કયુ ભાગ નીદરલેંડમાં છે અને કયુ બેલ્જિયમમાં. 
 
અહીં માત્ર એક જ ઘર નથી છે જે બે દેશમાં પડે છે. તે સિવાય અહીં ઘણી દુકાનો, કેફે અને રેસ્ટોરેંટ પણ છે જે નીદરલેંડ અને બેલ્જિયમ બન્ને દેશની વચોવચ્ચે છે. એટલે કે અહીં તમ્મે પગલા પણ વધારશો તો બીજા દેશમાં પહોંચી જશો અને તમને ખબર પણ નહી પડશે. 
 
હકીહતમાં વર્ષ 1831માં બેલ્જિયમની આઝાદી પછી નીદરલેંડ અને બેલ્જિયમના વચ્ચે સીમાનો નિર્ધારણ થઈ રહ્યુ હતું. ત્યારે બન્ને દેશના વચ્ચે બે ગામ પડી ગયા હતા. આ ગામ છે બાર્લે નસ્સો અને બાર્લે હરટોગ. હવે તેને જુદો કરવું મુશ્કેલ હતું તેથી બન્ને દેશની સરકારૂએ આપસી સહ્મતિથી બન્ને ગામની વચ્ચે એક પટ્ટી બનાવી નાખી અને નીદરલેંડ અને બેલ્જિયમની સીમાઓને ચિન્હીત કરી નાખ્યું. 
 
હવે બાર્લે નસ્સો અને બાર્લે હરટોગ નીદરલેંડ અને બેલ્જિયમના બન્ને દેશોના વચ્ચે પડે છે. અહીંની સૌથી ખાસ વાત આ છે કે ન તો અહીં બોર્ડર પર કોઈ સેના જોવાય છે અને ન કોઈ સુરક્ષાની વ્યવસ્થા છે. તે સિવાય બન્ને ગામના લોકોને એક બીજા દેશમાં જવા માટે વીજા કે પાસપોર્ટની પણ જરૂર નહી પડે. અહીં ખૂબ આરામથી લોકો એક દેશથી બીજા દેશમાં ચાલી જાય છે.