સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :ઈસ્લામાબાદઃ , શનિવાર, 18 માર્ચ 2023 (15:17 IST)

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનના ઘર પર ચલાવ્યુ બુલડોઝર, મેનગેટ તોડીને પ્રવેશી પોલીસ મુખ્ય દરવાજો

imran house
પાકિસ્તાનમાં શનિવારે લાહોરથી ઈસ્લામાબાદ સુધી જબરદસ્ત હંગામો થઈ રહ્યો છે. તોશાખાના કેસમાં હાજર થવા ઈમરાન ખાન  લાહોર જવા નીકળ્યા કે તરત જ પોલીસ તેમનુ ઘરની તોડીને અંદર ઘૂસી ગઈ. સાથે જ ઈસ્લામાબાદ તરફ જઈ રહેલા ઈમરાનના કાફલાના 3 વાહનો એકબીજા સાથે અથડાયા હતા જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. જોકે, ઈમરાન ખાનના વાહનને કોઈ નુકસાન થયું નથી અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

 
ઈસ્લામાબાદમાં ઈંટરનેટ બંધ, ઈમરાનનાં ઘરની અંદર ફાયરિંગ 
 
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ઇમરાનના ઘરની અંદરથી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા છે. તે જ સમયે, ઈસ્લામાબાદમાં કોર્ટની બહાર ઈમરાનના સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ શરૂ કરી છે, એટલું જ નહીં ઈસ્લામાબાદમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે ક્રેન વડે ઈમરાનના ઘરનો દરવાજો તોડતા જ ત્યાં હાજર ઈમરાનના સમર્થકોએ પોલીસ પર ગોફણ વડે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારો બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

કન્ટેનર લગાવીને ઈમરાનના કાફલાને અટકાવવામાં આવ્યો  
લાહોરમાં ઈમરાન ખાનના ઘર ઝમાન પાર્કમાં ઈમરાન ખાનના સમર્થકોને હટાવવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈમરાનના કાફલાને ઈસ્લામાબાદના એન્ટ્રી પોઈન્ટ પર કન્ટેનર મૂકીને રોકી દેવામાં આવ્યા છે. ન્યાયિક સંકુલમાં માત્ર ઈમરાન ખાનના વાહનને જ જવાની મંજૂરી છે. એક સિક્યોરીટીની ગાડી સાથે વાહનને સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સમર્થકો ઈમરાન સાથે જવા પર અડગ છે. ટોલ પ્લાઝાથી ન્યાયિક સંકુલ સુધી ચાર લેયરમાં કન્ટેનર મૂકીને કાફલાને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
મારી પત્ની બુશરા ઘરે એકલી છે.
શનિવારે લાહોરમાં ઈમરાન ખાનના ઘર પર બુલડોઝર ગયું અને પોલીસ તેમના ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશી. તે જ સમયે, ઇસ્લામાબાદમાં પ્રવેશતા પહેલા, ઇમરાનના કાફલાને એક ટોલ પ્લાઝા પર અટકાવવામાં આવ્યો હતો. ઈમરાન ખાને શહેબાઝ શરીફ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "મારી ધરપકડ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હું કાયદામાં વિશ્વાસ કરું છું. સરકારનો ઈરાદો સ્પષ્ટ નથી. પોલીસે લાહોરમાં મારા ઘર પર હુમલો કર્યો છે." મારી પત્ની બુશરા બેગમ ઘરે એકલા છે. પોલીસ કયા કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે.