રવિવાર, 2 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (13:08 IST)

Pakistan Road Accident- પાકિસ્તાનમાં બસ-ટેન્કર વચ્ચે અકસ્માત, 20 ભડથું

Pakistan Road Accident
પાકિસ્તાન  (Pakistan)ના પંજાબ પ્રાંતમાં આજે એક દર્દનાક દુર્ઘટના થઈ. જ્યાં એક યાત્રી બસ અને તેલના ટેંકરના વચ્ચે ટક્કર હોવાથી ઓછામાં ઓછા 20 લોકો જીવીત સળગીને મોત થઈ ગયા. બચાવ ટીમએ આ જાણકારી આપી. જણાવીએ કે પંજાબ પ્રાંતમાં ત્રણ દિવસની અંદર આ બીજુ સૌથી મોટી રોડ દુર્ઘટના છે. 
 
બસ અને તેલના ટેંકરમાં ટક્કર 
પોલીસએ જણાવ્યુ કે આ દુર્ઘટના લાહોરથી આશરે તે 350 કિમી દૂર મુલ્તાનમાં એક 'મોટરવે' પર થયું હતું. ઇમરજન્સી સર્વિસિસ રેસ્ક્યુ 1122ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લાહોરથી કરાચી જઈ રહેલી બસ અને ઓઈલ ટેન્કર વચ્ચે અથડામણમાં 20 લોકો દાઝી ગયા હતા. ટક્કર બાદ બસમાં આગ લાગી હતી, જેના કારણે મુસાફરો આગની લપેટમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે આગમાં દાઝી ગયેલા છ મુસાફરોને મુલતાનની નિશ્તાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે