Cave Of Death: ઘરતીનુ આ સ્થાન છે ખતરનાક, ગુફામાં ઘુસતા જ થઈ જાય છે મોત... જાણો કારણ
Cave of Death: આ ઘરતી પર એકથી એક ચઢિયાતી સુંદર, અનોખા અને રહસ્યમય સ્થાન છે. આ સ્થાન કોઈને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. તેમાથી કેટલાક સ્થાન એટલા ભયાનક પણ છે કે અહી જવુ મોતના મોઢામં જવા જેવુ સાબિત થઈ શકે છે. આવુ જ એક સ્થાન કોસ્ટારિકાના અલઅલુએલાની કુએવા ડે લા માર્ટે છે. જેને મોત ની ગુફા પણ કહેવામાં આવે છે. આ કોઈ ફિક્શન ફિલ્મનો સીન જેવુ છે. પણ ખોટુ નથી. એવુ કહેવાય છે કે આ ગુફાની અંદર કાર્બન ડાયોક્સાઈડ ગેસ ભારે માત્રામાં છે. આ ગેસ એટલી ખતરનાક છે કે ગુફાની અંદર જનારો દરેક જાનવરનો જીવ લઈ લે છે. એટલુ જ નહી આગ જેવી જ આ ગેસના સંપર્કમા આવી જાય છે, એક ઝટકામાં આગ ઓલવાઈ જાય છે. તો ચાલો જાણીએ આ મોતની ગુફા વિશે...
બોર્ડ પર લખ્યુ છે 'ખતરો'
આ નાનકડી ગુફા જે માત્ર છ ફીટ ઊંડી અને દસ ફીટ લાંબી છે જેને તમે પહેલી નજરમાં જોઈને કહી નથી શકતા કે આ આટલી ભયાનક પણ હોઈ શકે છે. આ ગુફાની આસપાસ ચારે બાજુ પાંદડા પથરાયેલા છે, અને એક બોર્ડ પર 'ડેન્જર' લખેલું છે. આ ગુફાની નજીક આવતાની સાથે જ ભય વધી જાય છે. અહીં શ્વાસ લેતા તમારા માટે જોખમ વધશે. આ ગુફાનો વીડિયો 'એક્સપ્લોરર ગાય' વાન રેન્ટેર્ગેમે શેર કર્યો હતો. કોણે કહ્યું કે આ ગુફામાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ લીક થાય છે?
દર કલાકે 30 kg CO2 નો થાય છે સ્ત્રાવ
એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ગુફા દર કલાકે 30 કિલોગ્રામ CO2 ઉત્સર્જિત કરે છે. જે જમીન પર ભેગી થાય છે. આ ગેસની નિકટ જતા જ કોઈપણ જીવનો દમ ઘૂંટાવા માંડે છે. જો કે ગુફાની ઉપરી પરતમાં શ્વાસ લેવા લાયક ઓક્સીજન હોય છે પણ તેનાથી નીચે જવુ જીવલેણ હોય છે.
કેમ ઘૂંટાય છે ગુફામાં જીવ
ઉલ્લેખનીય છે કે આ ગુફામાં કાર્બન ડાયોક્સાઈડ CO2 ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ ગેસ ની કોઈ વાસ નથી હોતી કે ન તો કોઈ કલર હોય છે. જેને કારણે લોકો જોઈને એ નથી સમજી શકતા કે ગુફામાં કોઈ જીવલેણ ખતરો પણ હોઈ શકે છે. આ ગુફાની અંદર જતા જ બ્લડ સ્ટ્રીમથી ઓક્સીજન બહાર નીકળવા માંડે છે જેનાથી દમ ઘૂંટાય છે.