1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 8 ડિસેમ્બર 2020 (14:24 IST)

Coronavirus vaccine- બ્રિટનમાં રસીકરણ શરૂ થયું, 90 વર્ષીય મહિલાને કોરોના રસી આપવામાં આવી

બ્રિટનમાંથી કોરોના રસી અંગે એક મોટો સમાચાર સામે આવી રહ્યો છે. મંગળવારે એટલે કે આજે રસીકરણ શરૂ થયું છે અને આ ક્રમમાં 90 વર્ષીય મહિલાને કોરોના રસી આપવામાં આવી છે. આ મહિલા ઉત્તરી આયરલેંડની છે, તેનું નામ માર્ગારેટ કીનન છે. માર્ગારેટ કીનનને ફાઇઝર / બાયો-એન-ટેક રસી આપવામાં આવી છે. આ સાથે, તે વિશ્વની પ્રથમ વ્યક્તિ બની છે જેને આ રસી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર તેમને મધ્ય બ્રિટનના કોવેન્ટ્રીની યુનિવર્સિટી હોસ્પિટલમાં આ રસી આપવામાં આવી હતી.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્ગારેટ કીનન કહે છે કે તેણીને રસી આપવામાં આવતી પ્રથમ વ્યક્તિ હતી અને રસી લીધા બાદ તે ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે આ મારા જન્મદિવસના થોડા દિવસ પહેલા મળેલ અદભૂત ઉપહાર છે અને આશા છે કે હું પહેલાની જેમ જિંદગી જીવી શકશે, સાથે સાથે મારા પરિવારના સભ્યોને મળી શકું.
 
માર્ગારેટ કીનને અન્ય લોકોને પણ રસી લેવાનું પ્રોત્સાહન આપ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે હું 90 વર્ષની ઉંમરે રસી કરાવી શકું છું ત્યારે બીજા કેમ નથી લઈ શકતા. જોકે, યુકેમાં રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું નથી.