ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:34 IST)

પ્રથમ મુલાકાતમાં જ પતિએ કર્યુ હતુ દુષ્કર્મ, પછી વેચવા માંગતો હતો, જાણીતી અભિનેત્રીએ કર્યો ખુલાસો

પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી યુકે ની ડેમ જોન કૉલિન્સે (Dame Joan Collins)એ  પોતાની એક ડોક્યુમેંટ્રીમાં સનસનીખેજ ખુલાસો કર્યો. કોલિંસે જણાવ્યુ કે તેના પહેલા પતિએ પહેલી જ ડેટ પર તેની સાથે રેપ કર્યો હતો. એટલુ જ નહી તેને ડ્રગ્સ (Drugged And Raped) પણ આપી હતી . 
 
88 વર્ષીય જોન કોલિન્સે પાંચ લગ્ન કર્યા છે. જેના વિશે તેણે ડોક્યુમેન્ટ્રીમાં જણાવ્યું છે. કોલિન્સનો પહેલો તેના પતિ મેક્સવેલ રીડ(Maxwell Reed)ને લઈને તેણે કહ્યું કે તેણે પ્રથમ ડેટ પર તેની સાથે બળાત્કાર કર્યો અને ડ્રગ આપ્યુ હતુ. 
 
મેક્સવેલ તે સમયે ફિલ્મ સ્ટાર હતા. દુષ્કર્મ પછી પણ કોલિન્સે તેની સાથે મજબૂરીમાં લગ્ન કરવા પડ્યા હતા. આટલું જ નહીં લગ્ન પછી મેક્સવેલે કોલિન્સને વેચવાનો પ્રયાસ કર્યો...તેને 'વૃદ્ધ શ્રીમંત પુરુષો' સાથે સૂવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ માટે તેણે એક રાતના 10 લાખ રૂપિયા આપવાની કોશિશ કરી હતી.  જો કે, કોલિન્સે તેને તરત જ  ના પાડી અને મેક્સવેલનો સાથ છોડી દીધો. 
 
અભિનેત્રીએ કર્યો સનસનીખેજ ખુલાસો 
 
કૉલિન્સે જણાવ્યુ કે એ સમયે હુ વર્જિન (Virgin) હતી, જ્યારે ફિલ્મ સ્ટાર મેક્સવેલ રીડ સાથે ડેટ પર તેના ઘરે ગઈ હતી. તેણે ડ્રિંક ઓફર કર્યું. જ્યારે હું ફ્રેશ થવા ગઈ  ત્યારે તેણે મને રમ અને કોકનું મિશ્રણ પીવા આપ્યુ અને મને વાંચવા માટે કેટલાક પુસ્તકો આપ્યા. હું નશામાં હતી, આ દરમિયાન તેણે મારી સાથે રેપ કર્યો.
 
આ દરમિયાન  Joan Collins એ એ પણ જણાવ્યુ કે એક સમયે મને  હોલીવુડ સ્ટાર (Hollywood Star) મર્લિન મુનરો (Marilyn Monroe) એ  પણ તેને ફિલ્મ ઈડસ્ટ્રીના ભૂખ્યા વરુ ઓથી સાવધ રહેવા માટે કહ્યુ હતુ. તેણે યૌન હુમલાઓ સહન કરવાને લઈને ચેતાવણી આપી હતી. 
 
 
અભિનેત્રીએ કર્યા છે પાંચ લગ્ન 
 
મેક્સવેલ રીડ પછી  કોલિન્સના બીજા લગ્ન બ્રિટિશ અભિનેતા એન્થની ન્યુલી સાથે થયા હતા. પરંતુ થોડા વર્ષોમાં તે પણ તૂટી ગયા અને બંને અલગ થઈ ગયા. જ્યારપછી અભિનેત્રીએ 1972માં ત્રીજા લગ્ન રોન કાસ સાથે કર્યા હતા. કોલિન્સે 1983માં કાસ સાથે છૂટાછેડા લીધા અને સ્કેન્ડિનેવિયન ગાયક પીટર હોલ્મ સાથે ચોથી વખત લગ્ન કર્યા. જો કે, હવે તે તેના પાંચમા Percy Gibson (57) સાથે રહે છે, જે હોલીવુડ ફિલ્મોના નિર્માતા છે.