મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 24 ઑગસ્ટ 2016 (12:27 IST)

ફાંસની મદદથી બની રહેલ 6 પનડુબ્બિયોનો ડેટા લીક, પર્રિકરે નેવી ચીફને આપ્યા તપાસના આદેશ

ભારતીય નૌસેનામાં સામેલ થવા માટે ફ્રાંસની મદદથી બની રહેલ 6 પનડુબ્બિયો સાથે જોડાયેલ દસ્તાવેજ અને ડેટા લીક થવાનો ખુલાસો થયો છે. આ લીક વિદેશી મીડિયાના હવાલાથી થયેલો બતાવાય રહ્યો છે. આ ઘટના પછી નૌસેનામાં ખલબલી મચી છે. આ મામલો હવે પીએમઓ સુધી પહોંચ્યો છે. રક્ષા મંત્રી મનોહર પર્રિકરે આ મામલે નેવી ચીફ પાસે રિપોર્ટ માંગી છે. 
 
રવિવારે સમુદ્રમાં ઉતારવામાં આવશે ભારતની પ્રથમ પરંપરાગત પનડુબ્બી કલવરી.  સમાચાર મુજબ આ મામલા સાથે સંબંધિત દસ્તાવેજ એક ફ્રાંસીસી કંપનીમાંથી લીક થયા છે. પર્રિકરે કહ્યુ કે એ શોધ કરવામાં આવી રહી છે કે છેવટ ડેટા લીક થયો કેવી રીતે.  ફાંસે પણ આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. 
 
જે ડેટા લીક થયો છે તે સ્કોર્પિયન ક્લાસ પનડુબ્બીનો છે. જેને ફ્રાંસના શિપબિલ્ડર ડીસીએનએસે ભારત માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. ભારતની સંવેદનશીલ સ્કોર્પિયન પનડુબ્બીની લડાકૂ ક્ષમતાઓ સાથે જોડાયેલ દસ્તાવેજના લીક થવાની માહિતી ઓસ્ટ્રેલિયાઈ મીડિયાએ આપી છે. 
 
22,400 પાનાના આ ખુલાસામાં ઓસ્ટ્રેલિયન  ન્યુઝપેપરનુ કહેવુ છે કે લડાકૂ ક્ષમતાવાલા સ્કોર્પીન ક્લાસના સબમરીન્સની ડિઝાઈન ઈંડિયન નેવી માટે કરવામાં આવી હતી. તેના અનેક પાર્ટનો ઉપયોગ ચિલી અને મલેશિયાઈ પણ કરે છે. બ્રાઝીલને પણ 2018મા આ જહાજ મળવાનુ હતુ.