શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગ્ટન , શનિવાર, 21 જાન્યુઆરી 2017 (00:02 IST)

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા પ્રમુખ તરીકે આજે અહીં શપથ ગ્રહણ કર્યા

રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા પ્રમુખ તરીકે આજે અહીં શપથ ગ્રહણ કર્યા છે. સોગંદ માટે અમેરિકામાં યોજાયેલા શપથવિધિ સમારંભમાં ભાગ લેવા માટે પ્રેસિડન્ટ ઈલેક્ટ  ડોનાલ્ડ ટ્રમ્પ ફસ્ટ લેડી સાથે તેમજ ઓબામા દંપતી સાથે કેપિટોલ હોલ ખાતે આવી પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પરંપરાગત રીતે સોગંદ લીધાં. શપથ ગ્રહણ કર્યા બાદ દેશવાસીઓને કરેલા પ્રથમ સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે, આપણે સાથે મળીને અમેરિકાને મજબૂત, સંપત્તિવાન, ગૌરવપૂર્ણ, સુરક્ષિત બનાવીશું. સાથે મળીને આપણે અમેરિકાને ફરી ગ્રેટ બનાવીશું. થેંક્ય યૂ ગોડ બ્લેક યૂ, ગોડ બ્લેસ અમેરિકા. થેંક યૂ… ગોડ બ્લેસ અમેરિકા.
 
ટ્રમ્પે એમના સંબોધનમાં ધરતી પરથી ઈસ્લામિક ત્રાસવાદને ખતમ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
 
વ્હાઈટ હાઉસમાં પ્રાર્થના, રાષ્ટ્ર્રગીત અને સેરેમોનિયલ પરેડ સાથે ટ્રમ્પની શપથવિધિ  શરૂ થઈ. તે પછી સ્થાનિક સમય અનુસાર બરોબર વાગે ટ્રમ્પ શપથ લીધાં. સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તેમને સોગંદ લેવડાવવામાં આવ્યા. સોગંદવિધિ પછી ટ્રમ્પ એ રાષ્ટ્રજોગ ભાષણ આપ્યું અને અમેકિરીઓના સુખને પોતાનું સુખ ગણાવ્યું. સાથે મળીને કાર્ય કરવા પર ભાર મૂક્યો. સમાજના કચડાયેલા લોકો માટે કામ કરવા ઉપરાંત હમેંશા અમેરિકા પ્રથમ ક્રમે રહેશે તેવી ખાતરી આપતા લોકોએ તેને ચીચીયારીઓ સાથે વધાવી લીધી.
 
ટ્રમ્પ અને એમના પત્ની મિલેનીઆએ વ્હાઈટ હાઉસ ખાતે જતા પૂર્વે નજીકના ચર્ચમાં જઈને સેવા અર્પણ કરી હતી. ટ્રમ્પ દંપતી બાદમાં વ્હાઈટ હાઉસ પહોંચ્યું હતું.ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા પ્રમુખ તરીકે આજે અહીં શપથ ગ્રહણ કર્યા
 
વોશિંગ્ટન – રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા પ્રમુખ તરીકે આજે અહીં શપથ ગ્રહણ કર્યા છે. સોગંદ માટે અમેરિકામાં યોજાયેલા શપથવિધિ સમારંભમાં ભાગ લેવા માટે પ્રેસિડન્ટ ઈલેક્ટ  ડોનાલ્ડ ટ્રમ્પ ફસ્ટ લેડી સાથે તેમજ ઓબામા દંપતી સાથે કેપિટોલ હોલ ખાતે આવી પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પરંપરાગત રીતે સોગંદ લીધાં. શપથ ગ્રહણ કર્યા બાદ દેશવાસીઓને કરેલા પ્રથમ સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે, આપણે સાથે મળીને અમેરિકાને મજબૂત, સંપત્તિવાન, ગૌરવપૂર્ણ, સુરક્ષિત બનાવીશું. સાથે મળીને આપણે અમેરિકાને ફરી ગ્રેટ બનાવીશું. થેંક્ય યૂ ગોડ બ્લેક યૂ, ગોડ બ્લેસ અમેરિકા. થેંક યૂ… ગોડ બ્લેસ અમેરિકા.
 
ટ્રમ્પે એમના સંબોધનમાં ધરતી પરથી ઈસ્લામિક ત્રાસવાદને ખતમ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
 
વ્હાઈટ હાઉસમાં પ્રાર્થના, રાષ્ટ્ર્રગીત અને સેરેમોનિયલ પરેડ સાથે ટ્રમ્પની શપથવિધિ  શરૂ થઈ. તે પછી સ્થાનિક સમય અનુસાર બરોબર વાગે ટ્રમ્પ શપથ લીધાં. સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તેમને સોગંદ લેવડાવવામાં આવ્યા. સોગંદવિધિ પછી ટ્રમ્પ એ રાષ્ટ્રજોગ ભાષણ આપ્યું અને અમેકિરીઓના સુખને પોતાનું સુખ ગણાવ્યું. સાથે મળીને કાર્ય કરવા પર ભાર મૂક્યો. સમાજના કચડાયેલા લોકો માટે કામ કરવા ઉપરાંત હમેંશા અમેરિકા પ્રથમ ક્રમે રહેશે તેવી ખાતરી આપતા લોકોએ તેને ચીચીયારીઓ સાથે વધાવી લીધી.
 
ટ્રમ્પ અને એમના પત્ની મિલેનીઆએ વ્હાઈટ હાઉસ ખાતે જતા પૂર્વે નજીકના ચર્ચમાં જઈને સેવા અર્પણ કરી હતી. ટ્રમ્પ દંપતી બાદમાં વ્હાઈટ હાઉસ પહોંચ્યું હતું.