સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: દુબઈ. , મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (17:44 IST)

દુબઈમાં લોંચ થશે ફ્લાઈંગ ટેક્સી, અડધો કલાક રિચાર્જ કરી જઈ શકાશે 50km સુધી

અહી ફ્લાઈંગ ટેક્સીનો ટેસ્ટ સફળ રહ્યો. જુલાઈ સુધી તેને લોન્ચ કરવાનો પ્લાન છે.  ખાસ વાત એ છે કે ટેક્સીને પેસેંજર્સ ખુદ ઉડાવી શકશે. ટેક્સીને અડધો કલાક્સુધી રિચાર્જ કરે 50 કિમી સુધી ઉડાવી શકાશે.  ટેક્સીને ચીનની એક કંપનીએ જણાવ્યુ છે. એક જ માણસ બેસી શકશે ટેક્સીમા.. 
 
- ટેક્સીમાં એક જ વ્યક્તિ બેસી શકે છે. 
- ટેક્સીને એ હેતુથી લોન્ચ કરવામાં આવી રહી છે કે 20130 સુધી યૂએઈમં સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રાંસપોર્ટ સિસ્ટમને સંપૂર્ણ રીતે લાગૂ કરી શકાય. 
 
શુ છે ટેક્સીની ખાસિયત ? 
 
-ટેક્સીનુ નામ 'EHANG 184' છે. તેને ચીનની ડ્રોન મેન્યૂફેક્ચરર કંપની EHANGએ બનાવી છે. 
- આ એક કલાકમાં 100 કિમી સુધી જઈ શકે છે. 
- દુબઈના ઓફિસર મુજબ ટેક્સી 300 મીટર (1000 ફીટ)ની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. 
- અડધો કલાકની ઉડાન માટે ટેક્સીને 2 કલાક સુધી રિચાર્જ કરવુ પડશે. 
 
સહેલી પડશે ઉડાન 
 
- ટેક્સી એક સીટર છે અને તેને પેસેંજર ખુદ જ ઉડાવી શકે છે. 
- આ માટે ટેક્સીમાં એક પોગ્રામ નાખવામાં આવ્યો છે. તેમા પેસેંજરને ડેસ્ટિનેશન બતાવવુ પડશે. ત્યારબાદ ટેક્સીને સહેલાઈથી ઉડાવી શકાશે. 
- ટેક્સીને નીચે ઉતારવા માટે સ્થાનને સિલેક્ટ કરવુ પડશે. 
- ટેક્સી પર ગ્રાઉંડ કંટ્રોલ સેંટર પરથી નજર રાખવામાં આવશે. 
 
શુ બોલ્યા ઓફિસર ?
 
- દુબઈના ટ્રાંસપોર્ટ અથોરિટીના ચીફ મત્તાર અલ-તાયરના મુજબ, વર્લ્ડ ગવર્નમેંટ સમિટમાં જે એરિયલ વ્હીકલને બતાડવામાં આવ્યુ, તે ફક્ત મોડલ નથી. 
- અમે આકાશમાં તેનો ટેસ્ટ કરી લીધો છે. ટ્રાફિક કંટ્રોલ કરવા માટે તેને આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવશે. 
- તેમા 8 પ્રોપેલર્સ લગાવવામાં આવ્યા છે. તેમા લાગેલા સેંસર્સ ટેમ્પરેચરને કંટ્રોલ રાખવામાં મદદગાર સાબિત થશે. 
- ઉલ્લેખનીય છે કે દુબઈ ફરવા માટે દુનિયાભરના લોકો આવે છે. 2016માં અહી લગભગ 1 કરોડ 49 લાખ લોકો આવ્યા હતા.