સંબંધિત સમાચાર
- પ્રેમી સાથે જઈ રહેલ પત્નીએ, પતિને જોઈને વધારી બાઈકની સ્પીડ, ગબડી પડતા ઘાયલ
- હમાસના હુમલાની વર્ષગાંઠ પર ઇઝરાયેલે લેબનોન પર મિસાઇલ છોડી, બેરૂત ધ્રૂજી ઉઠ્યું -VIDEO
- War and Gold - યુદ્ધ દરમિયાન કેમ વધી જાય છે સોનાના ભાવ, રૂસ-યુક્રેન વોર દરમિયાન અત્યાર સુધી 26,000 રૂપિયા મોંઘું થયુ ગોલ્ડ
- Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ
- મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે જમીન પર પડ્યું અમેરિકન ફાઈટર જેટ, શું કોઈએ તેને નિશાન બનાવ્યું ?
હમાસના અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં હુમલાથી 73નાં મોત
ગાઝાના ઉત્તર છેડે આવેલા બેત લાહિયા વિસ્તારમાં ઇઝરાયલના હુમલામાં 73 લોકો માર્યા ગયા છે. હમાસના અધિકારીઓએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે માહિતી આપી છે.
હમાસના અધિકારીઓનું કહેવું છે કે બેત લાહિયા વિસ્તારમાં મહિલા અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે બૉમ્બવિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.
આ હુમલા અંગે ઇઝરાયલે કહ્યું હતું કે, તે સંબંધિત રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. ઇઝરાયલની સેનાએ એમ પણ કહ્યું હતું કે હમાસે જાનહાનિ વિશેના જે આંકડા રજૂ કર્યા છે તે વધારે પડતા છે. અમારી માહિતી સાથે મેળ ખાતા નથી.
ગાઝાના આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે, બેત લાહિયા વિસ્તારમાં ઇન્ટરનેટ અને સંચારસેવા સંપૂર્ણ રીતે બંધ થઈ જવાને કારણે બચાવકાર્યમાં પણ અડચણ આવી રહી છે.
હમાસના હવાલાથી સરકારી મીડિયાએ કહ્યું હતું કે, ઇઝરાયલે ભીડભાડવાળી જગ્યા પર હુમલો કર્યો હતો.
પેલેસ્ટાઈનની સમાચાર સંસ્થા વફાના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક રહેઠાણ કૉલોની નાશ પામી છે.
