ISROના ઉપગ્રહ થી ભારતમાં શરૂ થશે હાઈસ્પીડ Internet
ISRO ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર 22 જૂન 2016ના દિવસે એકસાથે 20 સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા પણ આ વખતે ભારત દ્વારા એકસાથે 104 સેટેલાઇટ લોન્ચ કરવાથી તે અગાઉ નાસા દ્વારા 2014માં એકસાથે 37 સેટેલાઇટ અને 2013માં એકસાથે 29 સેટેલાઇટ લોન્ચ કરવાના રેકોર્ડને આંબી જશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ કિરણ કુમારે જણાવ્યું કે ત્રણ સંચાર ઉપગ્રહ લોન્ચ કરવા જઇ રહ્યા છીએ. જૂનમાં GSAT-19 નું લોન્ચિંગ થવાનું છે, ત્યાર બાદ GSAT-11 અને પછી GSAT-20 ને અંતરીક્ષમાં મોકલવામાં આવશે. GSAT-19 ને ISROની આગળની પ્રક્ષેપણ યાન GSLVMk III થી પ્રક્ષેપિત કરવામાં આવશે.
Internetની દુનિયામાં ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોશિયેશન ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ જૂન સુધીમાં દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 45થી 46.5 કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. જોકે અમેરિકાની એક ક્લાઉટ સર્વિસ પ્રોવાઈડર કંપનીના અહેવાલમાં જણાવ્યું હતું કે ફક્ત 4.1 એમબીપીએસની સરેરાશ કનેકશન સ્પીડ સાથે ભારતને ઝડપી ઈન્ટરનેટ કનેકશન સ્પીડની યાદીમાં 105મું સ્થાન મળ્યું છે