સંબંધિત સમાચાર
- અમેરિકા: બિડેન આજે 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે, તેમના પગાર-સુવિધાઓની વિગતો જાણો
- બાઈડેનને અમેરિકી સૈનિકોથી જ ખતરો છે ? જાણો કેમ હટાવ્યા નેશનલ ગાર્ડના 12 જવાન
- Joe Biden : કોણ છે જો બાઈડેન, 50 વર્ષ પછી બન્યા અમેરિકી રાષ્ટ્રપતિ - ભારત માટે સારુ કે ખરાબ
- અમેરિકા: આજે બાઈડનના હાથમાં સત્તા રહેશે, ભારત આ સમયે વિધિ જોઈ શકશે
- Joe Biden & Kamala Harris - આજે અહી જુઓ બાઈડેન અને કમલા હેરિસના શપથ ગ્રહણનો કાર્યક્રમ
Biden Oath Live: કમલા હૈરિસે લીધી ઉપરાષ્ટ્રપતિ પદની શપથ, રચ્યો ઈતિહાસ
જો બાઈડેન બુધવારે અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. બાઈડેન 1973 માં ડેલવેરથી સૌથી યુવા સીનેટર તરીકે ચૂંટાયા હતા. તેમણે જાહેર જીવનમાં લગભગ પાંચ દાયકા પસાર કર્યા છે. બીજી બાજુ કમલા હેરિસ (56) દેશની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. તે પહેલી ભારતવંશી છે, જે અમેરિકાના બીજા સૌથી તાકતવર પદ પર હશે.
અમેરિકન કેપિટલ (સંસદ ગૃહ) માં હિંસક તોફાનો અને સુરક્ષાની ચિંતાના પગલે વોશિંગ્ટનમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે બુધવારે જો બાઈડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. જો કે, બાઈડેનને કોઈ ખાસ ખતરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ છતાં સુરક્ષાનો ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લોકડાઉન જેવી સ્થિતિ છે અને 25,000 થી વધુ સૈનિકો અને પોલીસ જવાનોને સુરક્ષામાં લગાવવામાં આવ્યા છે.
શપથ ગ્રહણ પહેલા જો બાઈડેનનુ ટ્વીટ - આ અમેરિકા માટે નવો દિવસ
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન થોડાક જ કલાક પછી દેશના 46મા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેશે. શપથ ગ્રહણના ઠીક પહેલા તેમને ટ્વીટ કર્યુ, 'આ અમેરિકા માટે નવો દિવસ છે.'
Its a new day in America.
— Joe Biden (@JoeBiden) January 20, 2021
માઇક પેન્સ પણ પત્ની સાથે બાઈડેનની શપથ ગ્રહણમાં પહોંચ્યા
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઈક પેસ પણ રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ઉપસ્થિત થવા કેપિટલ બિલ્ડિંગ પહોંચ્યા છે
United States: Outgoing Vice President Mike Pence arrives at the US Capitol with his wife Karen Pence to attend the inauguration ceremony. pic.twitter.com/pSJZGReLaZ
— ANI (@ANI) January 20, 2021
બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન જો બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા
બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા કેપીટલ બિલ્ડિંગ પહોંચ્યા છે.
United States: Former President Barack Obama and former First Lady Michelle Obama arrive at the US Capitol for Joe Biden's inauguration. pic.twitter.com/xKaeGClKAo
— ANI (@ANI) January 20, 2021
કમલા હેરિસના ગામ થુલાસેંડપુરમ માં દિવા પ્રગટાવવામાં આવ્યા
Tamil Nadu: Locals light diyas in Thulasendrapuram, the native village of the mother of US Vice President-elect Kamala Harris ahead of her swearing-in. pic.twitter.com/b89WEstmb1
— ANI (@ANI) January 20, 2021
