Video - અમેરિકામાં મોટી દુર્ઘટના, ઈરાન વિરોધી રેલીમાં ઘુસી ટ્રકે લોકોને કચડ્યા, રેજા પહલવીના અનેક સમર્થક થયા ઘાયલ
ઈરાનમાં મોટા સ્તર પર ચાલી રહેલ સરકાર વિરોધી પ્રદર્શનમાં અત્યાર સુધી 500થી વધુ લોકો માર્યા ચુક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સતત ઈરાનને કાર્યવાહીની ચેતાવણી આપી રહ્યુ છે. આ દરમિયાન અમેરિકાના લૉસ એંજિલિસમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહી એક રેલી દરમિયાન એક ટ્રકે અનેક લોકોને કચડી નાખ્યા. ઘટના એ સમયે થઈ જ્યારે ઈરાનના ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના સમર્થનમાં દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ રેઝા પહલવીના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
કેવી રીતે થઈ દુર્ઘટના
સામે આવેલી માહિતી મુજબ લોકો લૉસ એંજેલિસના વેસ્ટવુડ વિસ્તારમાં વિલશાયર ફેડરલ બિલ્ડિંગની બહાર જમા થયા હતા. ત્યારે ઈરાનની રાજશાહીના વિરોધી સંગઠન MEK ના સ્ટિકર લાગેલ એક ટ્રક પ્રોટેસ્ટ કરી રહેલ લોકોને કચડીને ઝડપથી નીકળી ગયો. જેમા અનેક પ્રદર્શનકારે ઘાયલ થઈ ગયા.
ટ્રક પર લખ્યો હતો ઈરાન સાથે જોડાયેલ સંદેશ
ટ્રકમાં ઈરાનના ઇતિહાસ સાથે સંબંધિત રાજકીય સંદેશ હતો, જેમાં 1953 ના બળવાની ચર્ચાનો સમાવેશ થતો હતો. આ ઘટનામાં સામેલ ટ્રકની બાજુએ "કોઈ શાસન નહીં" લખ્યું હતું. ટ્રકમાં એવું પણ લખ્યું હતું કે, "અમેરિકા, 1953 નું પુનરાવર્તન ન કરો." પોલીસે પ્રદર્શનકારીઓને કચડી નાખનાર ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી હતી. ઘટના દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ ડ્રાઈવર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને રોક્યા હતા.
સેંટ્રલ પેરિસમાં માર્ચ
ઉલ્લેખનીય છે કે ઈરાનમાં બેરોજગારી અને ભૂખમરા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હવે અન્ય દેશોમાં પણ પડઘા પાડી રહ્યા છે. રવિવારે, હજારો લોકોએ ઈરાનમાં વિરોધીઓના સમર્થનમાં મધ્ય પેરિસમાં કૂચ કરી હતી. ઘણા લોકોએ ઈરાની રાજાશાહીના ધ્વજ લહેરાવ્યા હતા. ભીડમાં કેટલાક લોકોએ ઇઝરાયલી અને અમેરિકન ધ્વજ પણ રાખ્યા હતા. આ લોકો ઈરાનમાં દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીના સત્તામાં પાછા ફરવાનું સમર્થન કરે છે.