સંબંધિત સમાચાર
- અમેરિકામાં લાઈવ રિપોર્ટિંગ કરતી વખતે પોલીસકર્મીએ પત્રકારને ગોળી મારી, વીડિયો સામે આવ્યો
- Elon Musk - મસ્કે ટ્રમ્પ સાથેના સંબંધો કેમ તોડ્યા? જાણો ટેસ્લાના વડા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના અણબનાવનું કારણ શું છે
- ટ્રમ્પ પ્રશાસને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર લગાવી રોક
- Los Angeles fire: લૉસ એન્જલસમાં આગે મચાવી તબાહી, અત્યાર સુધી 26 લોકોના મોત, જાણો તાજી સ્થિતિ
- Los Angeles Fire: લાખ કોશિશો પછી પણ કેમ નથી ઓલવાય રહી લૉસ એંજિલેંસની આગ ? વૈજ્ઞાનિકોએ હવે કર્યો ખુલાસો
Los Angeles Protests: લૉસ એંજિલ્સમાં પરિસ્થિતિ ખરાબ, પ્રદર્શનકારીઓનો સામનો કરવા માટે 700 મરીન સૈનિક ગોઠવાસે
Los Angeles
કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, પ્રદર્શનકારીઓનો સામનો કરવા માટે, ટ્રમ્પ વહીવટીતંત્રે લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ તૈનાત કર્યા. જોકે, ટ્રમ્પના નિર્ણયની ઘણી ટીકા થઈ રહી છે.
સાથે જ ટ્રમ્પે સોમવારે કહ્યું કે તેમણે કેલિફોર્નિયામાં નેશનલ ગાર્ડ તૈનાત કરીને 'ખૂબ જ સારો નિર્ણય' લીધો છે. તેમણે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું, જો આપણે આ ન કર્યું હોત, તો લોસ એન્જલસ સંપૂર્ણપણે નાશ પામ્યું હોત. ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો કે તેઓ કેલિફોર્નિયાના ગવર્નરની ધરપકડને સમર્થન આપશે.
#LosAngeles #losangelesprotest
— Killer Cool ???????? (@KillerCool13) June 9, 2025
No this is not any poster or trailer of Mad Max Fury movie
This is Los Angeles burnt by Illegal Maxicans
They are delivering Trump's words of making America Great again pic.twitter.com/R7jwnMlfh9
દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે એલાન કર્યુ છે કે યુએસ આર્મી લોસ એન્જલસમાં જ્યાં સુધી વધુ નેશનલ ગાર્ડ સૈનિકો ત્યાં ન પહોંચે ત્યા સુધી લગભગ 700 મરીન સૈનિકોને તૈનાત કરશે. એક અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જ્યાં સુધી વધુ નેશનલ ગાર્ડ સૈનિકો સ્થળ પર ન પહોંચે ત્યાં સુધી એક બટાલિયનને કામચલાઉ ફરજ પર મોકલવામાં આવશે.
છેલ્લા ચાર દિવસથી પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેશમાં ગેરકાયદેસર રૂપે રહી રહેલા પ્રવાસીઓને દેશનિકાલો આપવાની નીતિઓ વિરુદ્ધ આ પ્રદર્શનને ડેમોક્રેટ્સ પાર્ટીનો પણ સાથ મળી રહ્યો છે.
ટ્રંપ પર નોંધાશે કેસ - ગૌવિન ન્યૂસમ
આ દરમિયાન, કેલિફોર્નિયાના અધિકારીઓ ટ્રમ્પના રાજ્યના નેશનલ ગાર્ડનો નિયંત્રણ લેવા અને તેને લોસ એન્જલસના રસ્તાઓ પર તૈનાત કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારશે.
