1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2025 (11:43 IST)

Los Angeles fire: લૉસ એન્જલસમાં આગે મચાવી તબાહી, અત્યાર સુધી 26 લોકોના મોત, જાણો તાજી સ્થિતિ

los angeles fire
Los Angeles Fire: અમેરિકાના લૉસ  એન્જલસ શહેરમાં લાગેલી આગે ભયાનક તબાહી મચાવી દીધી છે. આગને કારણે મરનારાઓની સંખ્યા 26 થઈ ગઈ છે અને હજારો ઘર બરબાદ થઈ ગયા છે. પરેશાન કરનારી વાત એ છે કે મોસમ વિજ્ઞાનિકોએ આ અઠવાડિયે હવાઓના વધુ ઝડપી થવાનુ પૂર્વાનુમાન બતાવ્યુ છે જેણે જોતા ફાયર બ્રિગેડની ટીમોએ આગ ઓલવવાની કોશિશ વધુ ઝડપી બનાવી છે. અધિકારીઓએ જણાવ્યુ કે ઓછામાં ઓછા 16 લોકો લાપતા છે અને તેમની સંખ્યા વધી શકે છે.  
 
વધુ તેજ થશે આગ 
રાષ્ટ્રીય મોસમ સેવાએ આગને કારણે ચેતાવણી રજુ કરી છે. રાષ્ટ્રીય મોસમ સેવાએ ક્ષેત્રમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ હવાઓ ચાલવાનુ અનુમાન બતાવ્યુ છે અને પર્વતીય ક્ષેત્રોમાં હવાની ગતિ113 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.  મોસમ વિજ્ઞાની રિચ થૉમ્પસને કહ્યુ કે મંગળવારે આગના વધુ પ્રચંડ થવાની આશંકા રહેશે. લૉસ એંજિલિસ કાઉંટીના અગ્નિશમન પ્રમુખ એંથની સી મારોને કહ્યુ કે આગ ઓલવવાની ગતિમાં તેજી લાવવા માટે પાણીના વધુ 70 ટ્રક પહોચ્યા છે. 
 
ભયાનક છે હાલત 
લૉસ  એન્જલસ કાઉંટીના શેરિફ રૉબર્ટ લૂનાએ કહ્યુ કે પરિસ્થિતિ ભયાનક છે અને ઈટૉન ક્ષેત્રમાં આગ લાગવાની ઘટનામાં 12 લોકોના ગાયબ થવાની સૂચના છે અને પૈલિસેડ્સથે ચાર લોકો ગાયબ છે. લૂનાએ કહ્યુ કે અનેક વધુ લોકોના લાપતા થવાની સૂચના મળવાની આશંકા છે અને અધિકારી આ શોધ કરી રહ્યા છે કે જે લોકોના અત્યાર સુધી મોત થઈ ચુક્યા છે તેમાથે એવા લોકો કેટલા છે જેમના ગાયબ થવાની સૂચના નોંધવામાં આવી છે. આ દરમિયાન મરનારાઓની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. 
 
વધી શકે છે મૃતકોની સંખ્યા 
 લૉસ એંજિલિસ કાઉંટી કોરોનરના કાર્યાલય્હે એક નિવેદનમાં કહ્યુ કે પૈલિસેડ્સ ક્ષેત્રમાં આગને કારણે આઠ લોકોના જીવ ગયા છે. જ્યારે કે ઈર્ટોન ક્ષેત્રમાં આગને કારણે 16 લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યા વધવાની આશંકા બતાવી છે.  અધિકારીઓએ એક કેન્દ્ર સ્થાપિત કર્યુ છે જ્યા લાપતા લોકોની સૂચના નોંધ કરી શકાય છે. અધિકારી આગમાં ક્ષતિગ્રસ્ત થયા કે બરબાદ થયેલા ઘરોના ઓનલાઈન આંકડા તૈયાર કરી રહ્યુ છે.