1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (18:27 IST)

દુનિયાનુ પહેલુ યૂનિસેક્સ કંડોમ વિકસિત, મહિલાઓ અને પુરૂષો બંને ઉપયોગ કરી શકશે

મલેશિયાના પ્રસૂતિ નિષ્ણાત(Gynaecologist) તેમણે કહ્યું છે કે તેઓએ વિશ્વનું પ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસાવ્યું છે. પ્રસૂતિશાસ્ત્રીએ કહ્યું છે કે આ કોન્ડોમનો ઉપયોગ સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે.  તેમના મતે, આ કોન્ડોમ મેડિકલ ગ્રેડની સામગ્રીથી બનેલું છે, જેનો ઉપયોગ મોટાભાગે ઘા કે ઘાવના ડ્રેસિંગ માટે થાય છે. આ કોન્ડોમ, જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓ કરી શકે છે, તેનું નામ છે 'વંડાલીફ યુનિસેક્સ કોન્ડમ'. તેના શોધકોનું માનવું છે કે આની મદદથી લોકો પોતાના જાતીય સેક્સુઅલ હેલ્થનુ વધુ ધ્યાન રાખી શકશે.
 
મેડિકલ સપ્લાય ફર્મ ટ્વીન કેટાલિસ્ટના ગાયનેકોલોજિસ્ટ જ્હોન તાંગ ઇંગ ચિને જણાવ્યું હતું કે તે નિયમિત કોન્ડોમ જેવું જ છે અને તેમાં એડહેસિવ કવર છે. તેમણે કહ્યું કે કોન્ડોમની માત્ર એક બાજુએ ચોટનારુ કવર હોય છે. એટલે કે તેનો રિવર્સ ઉપયોગ પણ થઈ શકે છે. 'વેન્ડાલીફ યુનિસેક્સ કોન્ડોમ'ના દરેક પેકેટમાં 2 કોન્ડોમ હશે. તેની કિંમત 14.99 રિંગિટ એટલે કે 271 રૂપિયા હશે.
 
તાંગે જણાવ્યું કે આ કોન્ડોમ બનાવવા માટે polyurethaneનો  ઉપયોગ કરવામાં આવ્યો છે. તે મોટે ભાગે ઘા ડ્રેસિંગ માટે વપરાય છે. તે લચીલુ, મજબૂત અને વોટરપ્રૂફ છે. તેના સર્જકોના મતે જે લોકો શારીરિક સંબંધ બનાવે છે તેમને એવું નથી લાગતું કે તેઓએ તેને પહેર્યુ છે. તાંગે કહ્યું કે આ કોન્ડોમ બનાવ્યા પછી તેને ક્લિનિકલ રિસર્ચ અને ટેસ્ટિંગના ઘણા રાઉન્ડમાંથી પસાર થવું પડ્યું.