સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ફ્લોરિડા: , સોમવાર, 13 માર્ચ 2017 (10:41 IST)

USમાં મુસ્લિમ સમજીને ભારતીય અમેરિકાના સ્ટોરને સળગાવવાનો પ્રયાસ

અમેરિકામાં વંશીય હુમલાનો સિલસિલો રોકાવાનું નામ લેતું નથી. એક વખત ફરીથી અમેરિકામાં એવી જ ઘટના સામે આવી છે, ફ્લોરિડામાં એક વ્યક્તિએ ભારતીય અમેરિકાના વ્યક્તિને મુસ્લિમ સમજીને એમના સ્ટોરને સળગાવવાનો પ્રયાસ કર્યો છે.ભારતીય પર હુમલો કરનાર વ્યક્તિનું નામ રિચર્ડ લોયડ જાણવા મળ્યું છે, પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી છે. 
 
રિચર્ડના અનુસાર એ અરબના લોકોને દેશમાંથી બહાર નિકાળવા માંગે છે, એ કારણથી એણે હુમલો કર્યો.સૂત્રઓ દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત શુક્રવારે 64 વર્ષના વ્યક્તિએ સ્ટોર સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. એણે સ્ટોરની નજીક કચરાપેટીમાં આગ લગાવી હતી. અમેરિકાની પોલીસે રિચર્ડ પર ગુનાહિત આગ લગાવવા માટેનો ચાર્જ લગાવ્યો છે.નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયો પર હુમલા વધી રહ્યા છે, થોડાક દિવસો પહેલા જ 32 વર્ષીય ભારતીય એન્જીનિયર શ્રીનિવાસન કુચીભોતલા ફાયરિંગમાં મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત ટ્રેનમાં ભારતની એક્તા દેસાઇની છેડતી કરવામાં આવી હતી.