રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 જુલાઈ 2023 (11:12 IST)

Mexico Bus Accident: મેક્સિકોમાં દુઃખદ માર્ગ અકસ્માત, બસ 40 ફૂટ ઊંડી ખીણમાં પડી, 27નાં મોત

Mexico Bus Accident: મેક્સિકોમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતો સામાન્ય રીતે વધુ ઝડપ, વાહનની ખામી અથવા ડ્રાઇવરના થાકને કારણે થાય છે.
 
બુધવારે (5 જુલાઈ) મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં, મુસાફરોથી ભરેલી બસ પહાડી માર્ગ પરથી લપસીને ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. અકસ્માતમાં બસ સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી. ઘટનાસ્થળે મદદ માટે રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી.
 
ઓક્સાકાના રાજ્ય વકીલ બર્નાર્ડો રોડ્રિગ્ઝ અલામિલાએ ટેલિફોન દ્વારા એએફપીને જણાવ્યું હતું કે પ્રારંભિક આંકડાઓ અનુસાર, 27 લોકો માર્યા ગયા છે અને 17 ઘાયલોને તબીબી સહાય માટે વિસ્તારની વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે અને પ્રાથમિક સંકેતો અનુસાર ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે.