શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (14:46 IST)

Mexico Bus Crash: મેક્સિકો સિટીમાં ભયાનક બસ અકસ્માત, 19ના મોત, 32 ઘાયલ]

Mexico Pilgrimage Bus Crash: સેન્ટ્રલ મેક્સિકોમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બસ અથડાતાં 19 લોકોના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા. બસ શ્રદ્ધાળુઓથી ભરેલી હતી અને તેઓને ધાર્મિક સ્થળ પર લઈ જઈ રહી હતી. પરંતુ, તે રસ્તામાં અકસ્માતનો શિકાર બની છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે એક ઈમારત સાથે અથડાઈ હતી.
 
 
બસમાં સવાર છ લોકો, જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને રાજ્યની રાજધાની ટોલુકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ્યના આસિસ્ટન્ટ ઇન્ટિરિયર સેક્રેટરી રિકાર્ડો ડે લા ક્રુઝે જણાવ્યું હતું કે આ દુર્ઘટના મેક્સિકો સિટીના દક્ષિણ પશ્ચિમમાં આવેલા જોક્વિસિન્ગો શહેરમાં બની હતી. બસ પશ્ચિમી રાજ્ય મિકોઆકાનથી ચાલમા જઈ રહી હતી. આ એક એવું શહેર છે જેની સદીઓથી રોમન કેથોલિક યાત્રાળુઓ મુલાકાત લેતા આવ્યા છે.