IDF દ્વારા ઈરાનના અરક રિએક્ટર પર હુમલો, ઇઝરાયલી હોસ્પિટલ પર મિસાઇલ હુમલો
Missile attack on Israeli hospital- આજે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનો સાતમો દિવસ છે. બુધવારે પણ બંને દેશોએ એકબીજા પર જોરદાર હુમલો કર્યો હતો. બુધવારે મોડી રાત્રે ઈઝરાયલી હેકર્સે ઈરાનના સરકારી ટીવીને હેક કર્યું હતું. આ પછી, તેના પર 2022 ના વિરોધ પ્રદર્શનોના વીડિયો ચલાવવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓ પોતાના વાળ કાપી રહી હતી. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાને મંજૂરી આપી દીધી છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ટ્રમ્પ હુમલાનો આદેશ આપતા પહેલા ઈરાનના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ઈરાનમાં થયેલા હુમલાઓમાં 500 થી વધુ લોકો માર્યા ગયા છે અને 1326 ઘાયલ થયા છે. જ્યારે ઈઝરાયલમાં 24 લોકો માર્યા ગયા છે
ઈઝરાયલે ઈરાનીઓને અરક રિએક્ટરનો વિસ્તાર ખાલી કરવા કહ્યું, તેહરાનમાં હવાઈ હુમલા કર્યા
ઈઝરાયલી સેનાએ ઈરાનના લોકોને અરક અને ખોંદાબ શહેરો ખાલી કરવા સૂચના આપી છે. વાસ્તવમાં, ઈરાનમાં અરક અને ખોંદાબ શહેરોમાં ભારે પાણીના પરમાણુ રિએક્ટર છે. આ ભારે પાણી પરમાણુ રિએક્ટરને ઠંડુ કરવામાં મદદ કરે છે.
ઇઝરાયલી હોસ્પિટલ પર મિસાઇલ હુમલો
ઈરાને ઇઝરાયલના બીરશેબા વિસ્તારમાં સોરોકા હોસ્પિટલ પર મિસાઇલ હુમલો કર્યો છે. આ હુમલાથી થયેલા નુકસાનની હજુ સુધી જાણકારી મળી નથી. ઈરાની મિસાઇલોએ મધ્ય અને દક્ષિણ ઇઝરાયલમાં પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે.