G-20 Summit: વેટિકન સિટી પહોંચ્યા પ્રધાનમંત્રી Narendra Modi, પોપ ફ્રાંસિસ સાથે કરી મુલાકાત
વેટિકન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) પોતાના ઇટલી પ્રવાસ દરમિયાન વેટિકન સિટી (Vatican City) માં પહોંચી ગયા છે તેઓ ત્યાં પોપ ફ્રાન્સિસ(Pope Francis)ને મળી રહ્યા છે. આ મુલાકાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સંરક્ષણ સલાહકાર અજીત ડોભાલ પણ તેમની સાથે છે.
G-20નો 16મુ શિખર સંમેલન ઈટલીમાં
ઉલ્લેખનીય છે કે આ વખતે જી-20નું 16મું શિખર સંમેલન ઈટાલીમાં થઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં કોરોના વાયરસ રોગચાળાથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આરોગ્ય ક્ષેત્રને પાટા પર લાવવા માટે ચર્ચા કરવામાં આવી છે.. આ કોન્ફરન્સમાં પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi) ભાગ લેવા ઈટલી પહોંચ્યા છે. આ દરમિયાન ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીએ તેમનું રોમમાં ભવ્ય સ્વાગત કર્યું હતું