રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: વોશિંગટન. , મંગળવાર, 27 જૂન 2017 (10:24 IST)

અમેરિકાએ હિઝબુલ ચીફ સલાહુદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો

US સ્ટેટ ડિપાર્ટમેંટે હિઝબુલ મુઝાહિદ્દીન ના ચીફ સૈયદ સલાહુદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો. મોદી અને ટ્રમ્પની પ્રથમ મુલાકાતના થોડાક જ કલાક પહેલા લેવાય આ નિર્ણયને ભારત માટે સફળતા માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં બુરહાન બાનીના એનકાઉંટર પછી થયેલ મોટાભાગના આતંકવાદી  હુમલા, પત્થરબાજી અને પ્રદર્શનોમાં હિઝબુલનો હાથ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. સલાહુદ્દીનએ બુરહાન વાનીને શહીદ બતાવ્યો હતો. તે NIA ની મોસ્ટ વોટેડ લિસ્ટમાં પણ છે. 
 
અમેરિકી ગૃહ મંત્રાલયે આ જાહેરાત કરી હતી. સલાહુદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરતાં અમેરિકાનો કોઇ પણ નાગરિક સલાહુદ્દીન સાથે કોઇ પણ પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં તેમ અમેરિકામાં સલાહુદ્દીનનીકોઇ મિલકતો હશે તો તે બધી મિલકતો જપ્ત કરી લેવાશે.  સલાહુદ્દીન મૂળ જમ્મુ કાશ્મીરનો છે પણ વર્ષોથી પાકિસ્તાનમાં રહે છે. તે પાકિસ્તાનના સૈન્ય તથા ગુપ્તચર તંત્ર સાથે ગાઢ સંબંધો ધરાવે છે.